For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કેટલાય ગાઝી આવ્યાં અને ગયા... આતંકીઓને સેનાનો કડક સંદેશ

- પથ્થરબાજો એન્કાઉન્ટર સાઇટ પર આવ્યા તો સજા ભોગવશે

Updated: Feb 19th, 2019

Article Content Imageશ્રીનગર, તા. 19 ફેબ્રુઆરી 2019 મંગળવાર

પુલવામામાં CRPF કાફલા પર થયેલા આતંકવાદી હુમલા અને એન્કાઉન્ટરને લઈને મંગળવારે ભારતીય સેના, CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુક્ત પ્રેસ-કોન્ફરન્સ કરી. આ દરમિયાન લેફ્ટિનેન્ટ જનરલ કે જે એસ ઢિલ્લન જીઓસી, 15મી કોરે જણાવ્યુ કે પુલવામામાં CRPF કાફલા પર આતંકી હુમલો જૈશ-એ-મોહમ્મદે કર્યો. જેને પાકિસ્તાનથી ઓપરેટ કરવામાં આવ્યો.

તેમણે કહ્યુ કે અમને દેશને જણાવતા હતા ખુશી થઈ રહી છે કે અમે 100 કલાકમાં જ જૈશ-એ-મોહમ્મદની લીડરશિપને જમ્મુ-કાશ્મીરમાં ખતમ કરી. અમે જૈશના ત્રણ ટૉપ આતંકીનેઠાર માર્યા છે. 

લેફ્ટિનેન્ટ જનરલ ઢિલ્લને કહ્યુ કે કાશ્મીરી સમાજમાં તમામ માતા સારો રોલ ભજવી રહી છે. અમે તેમને અનુરોધ કરીએ છીએ કે તે પોતાના આતંકના રસ્તે ચાલી રહેલા પોતાના પુત્રને પાછા આવવાનું કહે. તેમને સરેન્ડર કરવાનું કહે. જો કોઈ પણ હથિયાર સાથે પકડાયુ તો તેને ઠાર મરાશે. જે બંદૂક ઉઠાવશે તેને મારી નાંખવામાં આવશે. પાકિસ્તાનની સેના અને ISIના ઈશારે પુલવામામાં હુમલો થયો હતો.


- કાશ્મીરમાં જૈશના તમામ ટોપના કમાન્ડર ઠાર મારાય

- કામરાન ઉર્ફે ગાઝીને સતત આઇએસઆઇના આદેશ મળી રહ્યાં હતા

- આતંકવાદનો રસ્તો અપનાવી ચૂકેલા યુવાનો મુખ્યધારામાં પરત ફરે નહિતર ઠાર મરાશે

- સેનાએ કહ્યું પુલવામા હુમલામાં પાકિસ્તાનનો હાથ

- જૈશ-એ-મોહમ્મદ પાકિસ્તાની સેનાનું બચ્ચુ છે.

- સેના અને આઇએસઆઇના ઇશારા પર કામ કરતો હતો ગાઝી

- જૈશ-એ-મોહમ્મદને આઇએસઆઇ કન્ટ્રોલ કરી રહ્યું છે

- કાશ્મીરમાં જે કોઇ ઘૂષણખોરી કરશે તે બચી નહી શકે

- કાશ્મીરમાં કેટલાય ગાઝી આવ્યાં, કેટલાય ચાલ્યા ગયા

- સેના જનરલની માતા-પિતાને અપીલ, પોતાના સંતાનોને આત્મસમર્પણ કરવા કહો

Gujarat