For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વૈજ્ઞાનિકોએ શોધ્યો નવો ચંદ્ર, હોઈ શકે છે એલિયન્સની હાજરી

Updated: Feb 21st, 2019

Article Content Imageનવી દિલ્હી,તા.21.ફેબ્રુઆરી 2019, ગુરુવાર

બ્રહ્માંડમાં સતત સંશોધન કરનાર કેલિફોર્નિયાના સેટી ઈન્સ્ટિટ્યુટના ખગોળ વૈજ્ઞાનિકોને વધુ એક સફળતા મળી છે.સંશોધકોએ આપણી સોલર સિસ્ટમના નેપ્ચ્યુન ગ્રહનો વધુ એક ચંદ્ર શોધી કાઢ્યો છે.જેના પર કદાચ એલિયન્સની પણ હાજરી હોઈ શકે છે.

વૈજ્ઞાનિકોએ તેને હિપ્પોકેમ્પ નામ આપ્યુ છે.જોકે આ નેપ્ચ્યુનનો એક માત્ર ચંદ્ર નથી.આ ગ્રહ પાસે પહેલાથી 13 ચંદ્ર છે.નવા શોધાયેલા ચંદ્રનુ કદ 18 માઈલ છે.વૈજ્ઞાનિકોને લાગે છે કે હિપ્પોકેમ્પ નેપ્ચ્યુનના જ બીજા ચંદ્ર પ્રોટિયસનો તુટેલો હિસ્સો પણ હોઈ શકે છે.કોઈ ધૂમકેતુ પ્રોટિયસ સાથે અથડાયા બાદ હિપ્પોકેમ્પ અસ્તિત્વમાં આવ્યો હોય તેવુ બની શકે છે.

હિપ્પોકેમ્પ નામ ગ્રીક કથાઓમાં આવે છે.જેમાં એક વિશાળકાય સમુદ્રી જીવને હિપ્પોકેમ્પ તરીકે સંબોધવામાં આવ્યો હતો.જેનુ શરીર ઘોડાનુ અને પૂછડી માછલીની હોય છે. હિપ્પોકેમ્પ બહુ ઠંડો ચંદ્ર હોવાથી તેના પર એલિયન્સ હોવાની શક્યતા પણ ચકાસવી જોઈએ તેવુ વૈજ્ઞાનિકોનુ માનવુ છે. નેપ્ચૂન ગ્રહ સોલર સિસ્ટમનો આઠમો ગ્રહ છે.જે સોલર સિસ્ટમમાં સૌથી દુર આવેલો છે.

Gujarat