For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પ. બંગાળ સરકારે સુપ્રીમમાં શારદા ચિંટ ફંડ કૌભાંડ કેસની તપાસમાં અવરોધ ઉભા કરવાના આરોપો ફગાવ્યા

શારદા ચિટ ફંડ કૌૈભાંડની સુપ્રીમમાં સુનાવણી

કેન્દ્રીય એજન્સીએ ૩ ફેબુ્રઆરીના રોજ કમિશનરના ઘરમાં બળજબરીપૂર્વક ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો.

Updated: Feb 18th, 2019



(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૮

સુપ્રીમ કોર્ટમાં પશ્ચિમ બંગાળ સરકાર અને તેની પોલીસે શારદા ચિંટ ફંડ કૌભાંડ કેસમાં તપાસમાં અવરોધ ઉભા કરવાના સીબીઆઇના આરોપોને ફગાવી દીધા છે અને જણાવ્યું હતું કે કેન્દ્રીય એજન્સીએ ૩ ફેબુ્રઆરીના રોજ સત્તાવાર કાગળો વગર કોલકાતા પોલીસ કમિશનરના ઘરમાં બળજબરીપૂર્વક ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો. 

પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ માલ્યાકુમાર દે, ડીજીપી વિરેન્દ્રકુમાર અને કોલકાતા પોલીસ કમિશનર રાજીવકુમારે ચિટફંડ કૌભાંડમાં સીબીઆઇ દ્વારા દાખલ કરવામાં આવેલી કન્ટેમ્પ્ટ પિટિશનના સંદર્ભમાં અલગ અલગ એફિડેવિટ રજૂ કર્યા છે. 

ત્રણેય અધિકારીઓએ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળ સરકાર અને તેમની પોલીસે તપાસના કોઇ પણ તબક્કામાં અવરોધ ઉભા કર્યા નથી. આ ત્રણેય અધિકારીઓે કોર્ટનો અનાદર કરવા બદલ બિનશરતી માફી માગી હતી.

ત્રણ ફેબુ્રઆરીની ઘટનાના સંદર્ભમાં કોલકાતા પોલીસ કમિશનર રાજીવકુમારે પોતાના સોંગદનામામાં જણાવ્યું હતું કે યોગ્ય દસ્તાવેજો વગર સીબીઆઇના અધિકારીઓએ મારા ઘરમાં પ્રવેશવાના પ્રયત્નો કર્યા હતાં. 

આ અધિકારીઓએ દાવો કર્યો હતો કે મમતા બેનર્જીના ધરણામાં કોઇ પણ પોલીસ કર્મચારી કે અધિકારી સામેલ થયા ન હતાં.


Gujarat