For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પાક ગાયક આતિફ અસલમ સાથે સલમાનખાને ફાડ્યો છેડો

Updated: Feb 20th, 2019

Article Content Imageનવી દિલ્હી,તા.20.ફેબ્રુઆરી 2019, બુધવાર

પુલવામા હુમલા બાદ બોલીવૂડે પણ પાકિસ્તાની કલાકારોથી છેડો ફાડવા માંડ્યો છે.

બોલીવૂડ સુપર સ્ટાર સલમાનખાન નોટબૂક નામની ફિલ્મ પ્રોડ્યુસ કરી રહ્યો છે.આ ફિલ્મમાં એક ગીત ગાવા માટે સલમાને પાક ગાયક આતિફ અસલમને સાઈન કર્યો હતો.જોકે પુલવામા હુમલા બાદ  સલમાનખાને આતિફ અસલમને બહારનો રસ્તો બતાવી દીધો છે.હવે આતિફ અસલમવાળુ ગીત સલમાન પોતે ગાશે.

પુલવામા હુમલા બાદ સલમાનખાન પણ ભાવુક બન્યો છે.તેણે હુમલા બાદ લખ્યુ પણ હતુ કે સીઆરપીએફના જવાનોની શહીદી પર મારુ દિલ રડી રહ્યુ છે.તેમણે આપણા પરિવારોની સુરક્ષા માટે પોતાના જીવનુ બલિદાન આપ્યુ છે.સલમાને શહીદોના પરિવારને મદદ કરવા માટે પણ હાથ લંબાવ્યો છે.

આખુ બોલીવૂડ પાકિસ્તાનના વિરોધમાં ઉતર્યુ હોય તેમ લાગે છે.કારણકે આ પહેલા ટી સિરિઝ કંપનીએ વેલેન્ટાઈન ડેના બે દિવસ પહેલા આતિફ અસલમનુ ગીત રીલીઝ કર્યુ હતુ.જે હુમલા બાદ હટાવી લેવાયુ છે.

Gujarat