અમેરિકા મુર્ખાઇ કરશે તો રશિયા ફરીથી ક્યુબન સ્ટાઇલ મિસાઇલનો ઉપયોગ કરશે: પુતિન
- પ્રથમ પરમાણું હુમલો કરવા માટે રશિયા સક્ષમ હોવાના રશિયન પ્રમુખનો દાવો
Updated: Feb 21st, 2019
મોસ્કો, તા.21 ફેબ્રુઆરી, 2019, ગુરૂવાર
રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુટીને કહ્યું હતું કે જો અમેરિકા મુર્ખાઇ કરીને યુરોપમાં મિસાઇલ ગોઠવશે તો તેનો જવાબ આપવા માટે રશિયા સક્ષમ છે અને ફરીથી ક્યુબન પ્રકારની મિસાઇ ફેંકી શકે છે.
તેમણે કહ્યું હતું કે રશિયા પ્રથમ પરમાણું હુમલો કરવા માટે પણ દરેક રીતે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે ૧૯૬૨માં ક્યુબન મિસાઇલ કટોકટી ઊભી થઇ હતી જ્યારે અમેરિકાએ તુર્કીમાં તૈનાત કરેલી મિસાઇલના જવાબમાં મોસ્કોએ ક્યુબામાં બેલાસ્ટિક મિસાઇલ મોકલી હતી.પરિણામે વિશ્વ ફરીથી પરમાણું યુધ્ધની નજીક પહોંચી ગયું છે.
પાંચ દાયકા પછી ફરીથી યુરોપમાં શીત કાલીન યુધ્ધ શસ્ત્ર નિયંત્રણ કરારબાદ યુરોપમાં અમેરિકા દ્વારા ઇન્ટરમીડીએટ રેન્જની મિસાઇલ ગોઠવવા અંગે રશિયામાં ભય ફેલાઇ રહ્યો છે.
પુટીને બુધવારે રશિયમ માધ્યમોને કહ્યું હતું કે રશિયાની નજીક અમેરિકા નવી મિસાઇલ ગોઠવશે તો રશિયા પણ અમેરિકાની નજીક અથવા ખૂબ ઝડપી મિસાઇલ તૈનાત કરીને અમેરિકાને પોતાની લશ્કરી તાકાતનો પરિચય કરાવશે.
જો યુરોપમાં અમેરિકા ઇન્ટરમીડીએટ પરમાણું શસ્ત્રો તૈનાત કરવા કોઇ પગલું ભરશે તો રશિયા પણ સબમરિન અથવા શીપ પર હાયપરસોનિક મિસાઇલ ગોઠવી તેનો જવાબ આપશે, એમ અમેરિકાને પહેલી વખત ચેતવણી આપતા પુટીને કહ્યું હતું.'
અમે નૌકા ડીલીવરી વાહનો,સબમરિન અથવા સરફેસ શિપ અંગે વિચારી રહ્યા છીએ અને અમે અમારી મિસાઇલની ઝડપ અને રેન્જ જોતાં તઠસ્થ દરિયામાં અમે તેને મૂકી શકીએ છીએ, ઉપરાંત આ મિસાઇલ કોઇ એક જગ્યાએ સ્થિર નહીં હોય, બલકે ચાલતા રહેશે અને તેઓ નિશાનને શોધી શકશે'એમ પુટીને કહ્યું હતું.
અમેરિકાએ પુટીનની અગાઉની ચેતવણીને પ્રોપરગન્ડા ગણીને કાઢી નાંખી હતી અને કહ્યું હતું કે વોશિંગ્ટન જેને ઇન્ટરમીડિએટ રેન્જ પરમાણું ફોર્સ ટ્રીટીનો રશિયાએ કરેલો ભંગ ગણાવે છે તેની તરફથી લોકોનું ધ્યાન હટાવવાનો પ્રયાસ છે. આ ટ્રીટીથી મોસ્કે અને વોશિંગ્ટન પર યુરોપમાં શોર્ટ અને ઇન્ટરમીડીએટ રેન્જની મિસાઇલોને તૈનાત કરવા પર પ્રતિંબધ મૂકે છે.