For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

EDએ મની લોન્ડરિંગના કેસમાં રોબર્ટ વાડ્રાની ત્રણ કલાક પૂછપરછ કરી

- લંડનમાં બેનામી સંપત્તિનો કેસ

- વાડ્રાએ તબીયત ખરાબ હોવાનું જણાવતા નિવેદન નોંધવાનું બંધ કરાયું

Updated: Feb 21st, 2019

Article Content Image

અગાઉ આ કેસમાં વાડ્રાની ત્રણ દિવસમાં ૨૩ કલાક પૂછપરછ થઇ હતી

(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૨૦ ફેબ્રુઆરી, 2019, બુધવાર

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના બનેવી રોબર્ટ વાડ્રાની ઈડીએ આજે મની લોન્ડરિંગ કેસમાં ત્રણ કલાક પૂછપરછ કરી હતી. વાડ્રા સવારે ૧૦-૩૦ કલાકે ઈ.ડી.ની ઓફિસે વકીલ સાથે પહોંચ્યા હતા અને ત્રણ કલાક બાદ પરત ફર્યા હતા.

ઈડીના અધિકારીએ જણાવ્યું હતું કે વાડ્રાએ તબીયત ખરાબ હોવાનું જણાવતા નિવેદન નોંધવાનું બંધ કરાયું હતું. હવે વાડ્રા શુક્રવારે ફરીથી હાજર થશે તેવી અપેક્ષા છે.

ઈડીના અધિકારીઓએ જણાવ્યું હતું કે વાડ્રા સામે વિદેશમાં કેટલીક સંપત્તિ ખરીદવામાં મની લોન્ડરિંગના આક્ષેપો સાથે તપાસ ચાલુ છે. ઈ.ડી. ઓફિસની બહાર વાડ્રાના સમર્થકોએ સૂત્રો પોકાર્યા હતા તેમને પોલીસે ભગાડી મૂક્યા હતા.

વાડ્રાએ તબીયત ખરાબ હોવાનું જણાવી પ્રથમ દિવસે પૂછપરછમાં હાજર થયા નહોતા. ઈડીએ આ કેસમાં અગાઉ તેમની ૨૩ કલાક પૂછપરછ કરી હતી.ઉલ્લેખનીય છે કે વાડ્રા સામેના કેસમાં લંડનમાં સંપત્તિ ખરીદવામાં મનીલોન્ડરિંગના આક્ષેપો છે.

આ સંપત્તિ બ્રિયાનસ્ટોન સ્કવેર ખાતે આવેલી છે અને ૧૯ લાખ પાઉન્ડની કિંમત ધરાવે છે. આ સંપત્તિ વાડ્રાની બેનામી સંપત્તિ હોવાનો આક્ષેપ છે. આ સંપત્તિમાં બે મકાન અને  છ ફ્લેટ છે.વાડ્રાએ વિદેશમાં ગેરકાનુની સંપત્તિ ધરાવવાના આક્ષેપોને ફગાવ્યા હતા અને પોતાની સામે રાજકીય કિન્નાખોરીનો આક્ષેપ કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે રાજકીય હેતુસર પરેશાન કરવામાં આવે છે.વાડ્રા આ માસમાં ઈ.ડી. સમક્ષ અગાઉ પણ હાજર થયા હતા. તેમની પત્ની પ્રિયંકા ગાંધીને કોંગ્રેસમાં સચીવ તરીકે નિમણૂંક થઈ ત્યારે તેઓ પૂછપરછ માટે હાજર થયા હતા. પ્રિયંકા ગાંધી તેમને ઈ.ડી.ની ઓફિસે લેવા મૂકવા આવ્યા હતા.

Gujarat