For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રોબર્ટ વાડ્રા પણ કરશે રાજકારણમાં એન્ટ્રી? ફેસબૂક પર કરી આવી પોસ્ટ

Updated: Feb 24th, 2019

Article Content Imageનવી દિલ્હી, તા. 24. ફેબ્રુઆરી 2019 રવિવાર

પ્રિયંકા ગાંધીના પગલે તેમના પતિ રોબર્ટ વાડ્રા પણ રાજકારણમાં આવશે તેવુ લાગી રહ્યુ છે.

રોબર્ટ વાડ્રાએ ફેસબૂક પોસ્ટ થકી મન કી બાત કરી હતી.હાલમાં મની લોન્ડરિંગ વડે પ્રોપર્ટી ખરીદવાના મામલામાં ઈડીની પૂછપરછનો સામનો કરી રહેલા વાડ્રાએ ફેસબૂક પર લખ્યુ હતુ કે એક દાયકાથી મને બદનામ કરવાના પ્રયત્નો અલગ અલગ સરકારો કરી રહી છે.મારા નામનો ઉપયોગ કરીને દેશને બીજા મુદ્દાઓથી ભટકાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

દેશની જનતા જોકે સમજી ચુકી છે કે મારા પર લાગેલા આરોપોમાં કોઈ તથ્ય નથી.લોકો મારી પાસે આવીને સન્માન દર્શાવી રહ્યા છે.મને ભવિષ્ય માટે શુભકામનાઓ આપી રહ્યા છે.મે જે બેસહારા બાળકો, દરેક ધર્મના ધાર્મિક સ્થળો અને હોસ્પિટલની બહાર જે ભૂખ્યા લોકોને મદદ કરી છે તેમની પાસેથી હું શીખી રહ્યો છું કે મજબૂત કેવી રીતે બની શકાય.

વાડ્રાએ કેરલ અને નેપાળમાં આવેલી આફત વખતે પણ પોતે મદદ કરી હોવાનો ઉલ્લેખ કરીને લખ્યુ છે કે દેશના વિવિધ ભાગોમાં પ્રચાર દરમિયાન મેં સમય વિતાવ્યો છે પણ વિશેષ કરીને યુપીમાં મને લાગે છે કે મારે લોકો માટે હજી પણ વધારે કરવાની અને નાના નાના બદલાવ લાવવાની જરુર છે.

આ વિસ્તારોમાં લોકો મને ઓળખે છે અને મારા માટે પ્રેમ દર્શાવે છે.આટલા વર્ષોના અનુભવનો મારે વધારે સારી રીતે ઉપયોગ કરવાની જરુર છે.જ્યારે મારા પર લાગેલા તમામ આરોપોમાંથી મારો નિર્દોષ છુટકારો થશે ત્યારે મારે લોકોની સેવા માટે જાતને સમર્પિત કરવી જોઈએ તેવુ મને મહેસૂસ થઈ રહ્યુ છે.

વાડ્રાએ લેખની સાથે સાથે પોતાના સામાજીક કાર્યોના ફોટા પણ ફેસબૂક પર શેર કર્યા છે.વાડ્રાની પોસ્ટથી અટકળો શરુ થઈ છે કે તે પણ પત્નીના પગલે રાજકારણમાં એન્ટ્રી કરી શકે છે.

Gujarat