For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

IT વિભાગે રોડ કોન્ટ્રાક્ટરના ઘરેથી 20 કરોડની બિનજાહેર સંપત્તિ જપ્ત કરી

Updated: Feb 20th, 2019

Article Content Imageનવી દિલ્હી, તા. 20 ફેબ્રુઆરી 2019 બુધવાર

મધ્ય પ્રદેશના ભોપાલમાં એક રોડ કોન્ટ્રાક્ટરના ઘરે ઈનકમ ટેક્સના અધિકારીઓએ દરોડો પાડ્યો ત્યાંથી પોણા બે કરોડ કેશ, 70 લાખના દાગીના અને 20 કરોડ રૂપિયાની બિનજાહેર સંપત્તિ જપ્ત કરાઈ છે.

ભોપાલમાં ઈનકમ ટેક્સની ટીમે સાની ગ્રૂપના માલિક અને રોડ કોન્ટ્રાક્ટર નલય જૈનના ત્રણ ઠેકાણાઓ પર દરોડો પાડ્યો. દરોડા પહેલા 1 કરોડ 70 લાખ રૂપિયા કેશ અને લગભગ 70 લાખ રૂપિયાની કિંમતની જ્વેલરી મળી. મંગળવારે સવારે 6 વાગે શરૂ થયેલી કાર્યવાહીના 1 કલાકની અંદર જ રૂપિયાની રોકડ તેમની પાસે મળી ગઈ. કેશને કેટલીક જગ્યાએ છુપાવીને રાખવામાં આવ્યા હતા. જેની ગણતરી કરવા માટે નોટ મશીનોની મદદ લેવી પડી.

ઈનકમ ટેક્સની ટીમે 5 લૉકરોની પણ જાણકારી મેળવી છે. ટીટી નગરમાં બેન્ક ઓફ ઈન્ડિયાના લોકરોને ખોલવામાં આવ્યા તો તે નોટોથી ઠસોઠસ ભરેલા હતા. જ્યારે નોટોની ગણતરી કરવામાં આવી તો 70 લાખ રૂપિયા નીકળ્યા. આજે રોડ કોન્ટ્રાક્ટરના વધુ 4 લૉકર ખોલવામાં આવશે. જેના આધારે સાચી રકમનો અંદાજ કાઢવામાં આવશે.

Gujarat