For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

એજન્સીનો ફોન ટેપ કરવાની મંજૂરીની માહિતી આપવા કેન્દ્રનો ઇન્કાર

Updated: Feb 14th, 2019


નવી દિલ્હી, તા. 14 ફેબ્રુઆરી, 2019, ગુરૂવાર

કેન્દ્રીય એજન્સીઓને આપવામાં આવેલી ફોન ટેપ કરવાની મંજૂરીની સંખ્યા જાહેર કરી શકાય નહીં તેનાથી રાષ્ટ્રીય હિતને અસર થઈ શકે છે અને તપાસમાં વિક્ષેપ પડી શકે છે તેમ ગૃહમંત્રાલયે જણાવ્યું હતું. કેન્દ્રીય એજન્સી અને ૨૦૦૯ અને ૨૦૧૮માં કેટલા ફોન ટેપ કરવાની મંજૂરી મળી તે અંગે મળેલી આરટીઆઇના જવાબમાં ગૃહમંત્રાલયે માહિતી આપવા ઇન્કાર કર્યો હતો. જો કે, અરજીમાં સંખ્યા સિવાય અન્ય વિગતો માંગવામાં આવી નહોતી.

Gujarat