For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જૂની પેન્શન સ્કીનને લઈ RBIનું મોટું નિવેદન, રાજ્યોને આપી ચેતવણી

આરબીઆઈએ સબ નેશનલ ફિસ્કલ હોરાઈઝાન માટે તેને સૌથો મોટું જોખમ ગણાવ્યું

રાજ્યોને હેલ્થ, શિક્ષણ, ઈન્ફ્રા અને ગ્રીન એનર્જી માટે ઉચ્ચ મૂડી ખર્ચ કરવા આરબીઆઈનું આહ્વાન

Updated: Jan 17th, 2023

Article Content Image
Image - Reserve Bank of India Facebook

નવી દિલ્હી, તા.17 જાન્યુઆરી-2023, મંગળવાર

દેશમાં અનેક રાજ્ય સરકારો જૂની પેન્શન યોજના લાગુ કરવાનું પ્લાનિંગ કરી રહી છે. અમુકે તો તેને લાગુ ૫ણ કરી દીધી છે.   ૫ણ હવે આ રાજ્યોની તકલીફ વધી શકે છે. આરબીઆઈએ સોમવારે જૂની પેન્શન સ્કીમ તરફ પાછા ફરવા અંગે ચેતવણી ઉચ્ચારી હતી.   આરબીઆઈએ સબ નેશનલ ફિસ્કલ હોરાઈઝાન માટે તેને સૌથો મોટું જોખમ ગણાવ્યું છે. જ્યારે આરબીઆઈએ રાજ્યોને હેલ્થ, શિક્ષણ, ઈન્ફ્રા અને ગ્રીન એનર્જી માટે ઉચ્ચ મૂડી ખર્ચ કરવા આહ્વાન કર્યું છે. આરબીઆઈએ સ્ટેટ ફાઈનાન્સ અંગે તાજેતરના રિ૫ર્ટમા જૂની પેન્શન યોજના અંગે કહ્યું કે રાજકોષીય સંસાધનોમાં વાર્ષિક બચત જે આ ૫ગલાં પર ભારત મૂકે છે જે ટૂંકાગાળા માટે છે.   વર્તમાન ખર્ચને ભવિષ્ય માટે સ્થગિત કરીને રાજ્યો આવનારા વર્ષોમાં અનફંડેડ પેન્શન દેણદારીના જોખમ વધી રહ્યા છે. 

આ રાજ્યોએ ફરી શરૂ કરી જૂની પેન્શન યોજના

હિમાચલ પ્રદેશ, ઝારખંડ, પંજાબ, છત્તીસગઢ અને રાજસ્થાન સહિત અનેક વિપક્ષ શાસિત રાજ્યોએ જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે, જેમાં નિવૃત્ત સરકારી કર્મચારીઓને છેલ્લા પગારના 50% માસિક પેન્શન તરીકે આપવાનું વચન આપવામાં આવ્યું છે.

અગાઉ યોજના અંગે થઈ હતી ટીકા

આ પગલું મનમોહન સિંહ સરકાર દ્વારા 2004માં અમલમાં મુકવામાં આવેલી નેશનલ પેન્શન સિસ્ટમમાં ફેરફારના સંકેત આપે છે. તેમાં સરકારી કર્મચારીઓ પગારના 10% યોગદાન આપે છે. એમ્પ્લોયર પણ એનપીએસમાં સમાન રકમનું યોગદાન આપે છે. મનમોહન સિંહના મુખ્ય સહયોગી મોન્ટેક સિંહ આહલુવાલિયા સહિત ઘણા અર્થશાસ્ત્રીઓએ રાજ્યોના આ પગલાની ટીકા કરી હતી. ઘણા મામલે તો પેન્શન પરનો ખર્ચ પહેલેથી જ ઘણો વધારે છે.

રાજ્યોએ ઊંચા મૂડી ખર્ચ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ : RBI

રિપોર્ટમાં આરબીઆઈએ જણાવ્યું હતું કે રાજ્યોમાં રાજકોષીય સ્થિતિમાં સુધારાની સાથે-બજેટની ઉધારી એ એક મુદ્દો છે જે કેન્દ્રીય નાણા મંત્રાલયે રાજ્ય સરકારો સમક્ષ ઉઠાવ્યો હતો. આરબીઆઈએ સૂચન કર્યું છે કે રાજ્યોએ ઊંચા મૂડી ખર્ચ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આરબીઆઈએ કહ્યું કે તેનાથી રાજ્યના જીડીપીને ઓછામાં ઓછા બે વર્ષ સુધી ફાયદો થશે. આરબીઆઈએ કેપેક્સ બફર ફંડની સ્થાપના કરવાનું સૂચન કર્યું. જ્યાં આવકનો પ્રવાહ મજબૂત હોય ત્યારે 'સારા સમય' દરમિયાન નાણાં અલગ રાખવામાં આવે છે, જેથી આર્થિક મંદીના સમયગાળા દરમિયાન ખર્ચને અસર ન થાય.

Gujarat