For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રામ જન્મભૂમિ મામલાની સુનાવણી હવે 29 જાન્યુઆરી સુધી ટળી, આ છે કારણો

Updated: Jan 10th, 2019

Article Content Imageનવી દિલ્હી, તા. 10. જાન્યુઆરી 2019 ગુરુવાર

અયોધ્યામાં રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ વિવાદની આજે થયેલી સુનાવણી બાદ વધુ એક મુદત પડી છે. આ મામલાની વધુ સુનાવણી સુપ્રીમ કોર્ટે હવે 29 જાન્યુઆરીએ કરવાનુ નક્કી કર્યુ છે.

મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને આ મામલાની સુનાવણી કરી રહેલી બેન્ચમાં જસ્ટિસ યુ યુ લલિતના સમાવેશ પર સવાલ ઉઠાવ્યા છે તો હિંદુ મહાસભાના વકીલોનુ પણ કહેવુ છે કે આ મામલા સાથે જોડાયેલા જેટલા પણ દસ્તાવેજોનુ ભાષાંતર થયુ છે તેની તપાસ થવી જોઈએ.

આ બે કારણસર આજે સુનાવણી બાદ 29 જાન્યુઆરીની તારીખ પડી હતી.સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે 29 જાન્યુઆરી સુધીમાં નવી બેન્ચ બનાવાશે અનેદસ્તાવેજોના ભાષાંતરની નવેસરથી ચકાસણી કરાશે.

ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં જે દસ્તાવેજો રજુ થયા છે તેમાં 18836 પાના છે.આ સીવાય હાઈકોર્ટના ચુકાદો 4303 પેજનો છે.મામલા સાથે જોડાયેલા મૂળ દસ્તાવેજો ફારસી, અરબી, સંસ્કૃત, ઉર્દુ અને ગુરુમુખીમાં લખાયેલા છે.જે પાર્ટીઓએ આ દસ્તાવેજોનો અનુવાદ કર્યો છે તેની ખરાઈ જરુરી છે.

જોકે આટલા બધા દસ્તાવેજોનો આટલા ઓછા સમયમાં ભાષાંતર કરવુ શક્ય નથી લાગતુ.કારણકે પહેલા જ્યારે હિન્દુ અનુવાદ બાદ વકીલોએ અંગ્રેજી અનુવાદની માંગણી કરી હીત ત્યારે યુપી સરકારને તમામ દસ્તાવેજોનો અનુવાદ કરવામાં 4 મહિનાનો સમય લાગ્યો હતો.

Gujarat