For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સાઉથના આ સુપરસ્ટાર નહી લડે લોકસભાની ચૂંટણી...

Updated: Feb 17th, 2019

Article Content Image
નવી દિલ્હી, તા. 17 ફેબ્રુઆરી 2019, રવિવાર

દક્ષિણના રાજકારણમાં છેલ્લા ઘણાં સમયમાં ઘણા અભિનેતાઓએ રાજકારણમાં એન્ટ્રી કરી છે અને તેવામાં માનવામાં આવી રહ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં સાઉથમાં રસાકસી ભર્યો ચૂંટણીનો માહોલ રહેશે. પરંતુ સાઉથના સુપરસ્ટાર રજનિકાંતે સામાન્ય ચૂંટણી પહેલા તેમની ચૂંટણી લડવાની અટકળો પર વિરામ લગાવ્યો છે.

ભાજપ અને AIADMK વચ્ચે ગઠબંધનના સમાચારો વચ્ચે અભિનેતાથી નેતા બનેલા રજનિકાંત લાંબા સમયથી ચાલી રહેલી અટકળો પર વિરામ લગાવતા જાહેરાત કરી છે કે, તેઓ આગામી લોકસભાની ચૂંટણી નહી લડશે. તેમણે રાજકિય પાર્ટી બનાવવા પહેલા પોતાના સંગઠન 'રજની મક્કલ મંડ્રમ'નું ગઠન કર્યું છે. સાથે જ તેવી પણ સ્પષ્ટતા કરી છે કે આ સામાન્ય ચૂંટણીમાં તેઓ કોઇને પણ તેમનું સમર્થન નહી કરે.
Gujarat