For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રાજસ્થાન: સરકારના લેખિત આશ્વાસન બાદ ગુર્જર આંદોલન પૂર્ણ...

Updated: Feb 16th, 2019

Article Content Imageનવી દિલ્હી, તા. 16 ફેબ્રુઆરી 2019, શનિવાર

રાજસ્થાનમાં છેલ્લા 9 દિવસથી ચાલી રહેલા ગુર્જર આંદોલન પૂર્ણ થયું છે. ગર્જરો અનામતને લઇને પોતાના નવ દિવસથી ચાલતા આંદોલનને શનિવારે પૂર્ણ કર્યું છે. ગુર્જર નેતા કિરોડીસિંહ બૈસલાએ રાજ્ય સરકાર પાસે લેખિત આશ્વાસન આપવાની માંગ કરી હતી. જેને સરકારે માની લીધી અને હવે તેમની તરફથી આંદોલન સમાપ્ત કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે.

આ અગાઉ રાજ્ય સરકાર તરફથી પર્યટન મંત્રી વિશ્વેંદ્રસિંહે એક લેખિત આશ્વાસન ગુર્જર નેતાઓને સોંપ્યું. બૈંસલા અનુસાર, રાજ્ય સરકારે તે આશ્વાસન આપ્યું છે કે, વિધાનસભામાં પસાર કરવામાં આવેલા વિધેયકને જો કાયદાકિય પડકાર મળશે તો સરકાર પૂર્ણ રીતે ગુર્જરોને સમર્થન આપશે.

ઉલ્લેખનિય છે કે, રાજ્ય વિધાનસભાએ ગુર્જરો સહિત પાંચ જાતિઓને અનામત સંબંધી વિધેયકને પસાર કરી દીધું હતું અને આ વિશએે અધિસુચના જાહેર કરી દીધી હતી. 

Gujarat