For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કોંગ્રેસની સરકાર આવી તો આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો: રાહુલ ગાંધી

- તિરુપતિમાં રાહુલ ગાંધીનું આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનું વચન

Updated: Feb 22nd, 2019

Article Content Image

તિરુપતિ, તા. 22 ફેબ્રુઆરી 2019, શુક્રવાર

તિરુપતિમાં રેલીને સંબોધિત કરતી વખતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનું વચન આપ્યું છે. તેમણે કહ્યું, હું આંધ્રપ્રદેશ અને દેશના દરેક વ્યક્તિન કહેવા માંગું છું કે દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટીની સરકાર આવશે, દુનિયાની કોઇ તાકત આંધ્રપ્રદેશને વિશેષ દરજ્જો આપવાથી કોંગ્રેસ પાર્ટીને રોકી નહી શકે.

તેમણે કહ્યું વડાપ્રધાન કોઇ સામાન્ય વ્યક્તિ નથી હોતો. વડાપ્રધાન કરોડો લોકોનો અવાઝ હોય છે. આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનું વચન ભારતના વડાપ્રધાને નહોતું આપ્યું પરંતુ દરેક ભારતીયે કર્યો હતો.

તેમને વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા કહ્યું કે, પાંચ વર્ષ પહેલાં વડાપ્રધાન મોદી અહીં આવ્યા હતા અને ભાષણમાં કહ્યું હતું કે, આંધ્રપ્રદેશને 10 વર્ષ માટે વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવશે. તે ભાષણમાં જ તેમણે દરેક વ્યક્તિના ખાતામાં 15 લાખ આપવા, 2 કરોડ નોકરી આપવા અને ખેડુતોને યોગ્ય ભાવ આપવાની વાત પણ કરી હતી. તેમનું દરેક નિવેદન ખોટું હતુ.
Gujarat