For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સંરક્ષણ પ્રધાનનાં નિવેદનથી એ સ્પષ્ટ છે કે PMએ ચીનનાં હુમલા અંગે દેશને ગેરમાર્ગે દોર્યો: રાહુલ ગાંધી

Updated: Sep 15th, 2020

Article Content Imageનવી દિલ્હી, 15 સપ્ટેમ્બર 2020 મંગળવાર

ચીનની સાથે ચાલી રહેલા ઘર્ષણ પર સરકારે પોતાનો પક્ષ રાખ્યો છે. મંગળવારે સંસદમાં સંરક્ષણ પ્રધાને કહ્યું કે, ચીને  LAC અને ભારતની અંદરનાં વિસ્તારોમાં મોટી સંખ્યામાં સૈનિક ટુકડિઓ દારૂ-ગોળા ભેગો કર્યો છે, પરંતુ ભારતીય સેના પણ તૈયાર છે અને કોઈપણ દુઃસાહસનો વળતો જવાબ આપવા સક્ષમ છે. સંસદમાં ચીનને લઈને  સંરક્ષણ પ્રધાન દ્વારા જણાવવામાં આવેલી વર્તમાન સ્થિતિ બાદ કોંગ્રેસ હુમલો કરી રહી છે. 

કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચીની સેના ઘુષણખોરીને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આકરી ટીકા કરી છે. હકીકતમાં પીએમ મોદીએ ગલવાનની ઘટના બાદ સર્વદળીય બેઠકમાં કહ્યું હતું કે, ન કોઈ આપણા ક્ષેત્રમાં ઘૂસ્યુ છે અને ના કોઈ પોસ્ટ પર કબજો કર્યો છે. આ બેઠકમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, ભારત શાંતિ અને મિત્રતા ઈચ્છે છે પરંતુ તે પોતાની સંપ્રભુતા સાથે કોઈ સમજુતી કરશે નહીં. 

રાહુલ ગાંધીએ કહ્યુ કે, સંરક્ષણ પ્રધાનનાં નિવેદનથી સ્પષ્ટ છે કે પ્રધાનમંત્રીએ દેશને ચીની અતિક્રમણ પર ગેરમાર્ગે દોર્યો. આપણો દેશ હંમેશા ભારતીય સેનાની સાછે છે અને રહેશે, પરંતુ મોદી જી તમે ક્યારે ચીનની વિરુદ્ધ ઊભા થશો? ચીન પાસેથી આપણા દેશની જમીન ક્યારે પરત લેશો? ચીનનું નામ લેવાથી ડરો નહીં. 

સુરજેવાલાના પણ સરકાર પર પ્રહારો

આ પહેલા કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ રણદીપ સુરજેવાલાએ કહ્યુ હતુ કે, દેશ સેનાની સાથે એક છે, પરંતુ સંરક્ષણ પ્રધાન તે જણાવે કે ચીને આપણી જમીન પર કબજો કરવાનું દુઃસાહસ કેમ કર્યું? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચીન દ્વારા આપણા વિસ્તારમાં ઘુષણખોરી ન કરવા વિશે ગેરમાર્ગે કેમ દોર્યા?

Gujarat