For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બેંગ્લોરના એર શોમાં રાફેલની ઉડાન બની આકર્ષણનુ કેન્દ્ર

Updated: Feb 20th, 2019

Article Content Imageનવી દિલ્હી, તા. 20. ફેબ્રુઆરી 2019 બુધવાર

બેંગ્લોરમાં આજથી શરુ થયેલા એર શોમા રાફેલ વિમાન સૌના આકર્ષણનુ કેન્દ્ર બન્યુ છે.

આજના એર શોમાં રાફેલ વિમાને ઉડાન ભરી હતી.એ પહેલા ગઈકાલે સૂર્ય કિરણ ટીમના વિમાનોને નડેલા અકસ્માતમાં શહીદ થયેલા પાયલોટ સાહિલ ગાંધીને પણ રાફેલ વિમાનના પાયલોટે ધીમી ઉડાન ભરીને શ્રધ્ધાંજલિ આપી હતી.

આમ તો એર શોમાં અલગ અલગ વિમાનો જોવા મળી રહ્યા છે પણ સૌથી વધારે આકર્ષણ અને ચર્ચાનુ કેન્દ્ર રાફેલ વિમાન જ બની રહ્યુ છે.રાફેલે જ્યારે ઉડાન ભરી ત્યારે લોકોએ તેનુ તાળીઓના ગડગડાટ વચ્ચે સ્વાગત કર્યુ હતુ.

ભારત ફ્રાન્સ પાસેથી 38 રાફેલ રેડી ટુ ફ્લાય કન્ડિશનમાં ખરીદવાનુ છે.ભારત માટેના પહેલા રાફેલ વિમાનનુ સપ્ટેમ્બરમાં આગમન થશે.આ વિમાન મલ્ટીરોલ ફાઈટર પ્લેન છે.મતલબ કે તે હવામાંથી હવામાં અને હવામાંથી જમીન પર આક્રમણ કરવા માટે સક્ષમ છે.દુશ્મનના રડાર જામિંગ અને અણુબોમ્બનુ વહન કરવાની પણ આ વિમાનની ક્ષમતા છે.

Gujarat