For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

શહીદ જવાનના અંતિમ સંસ્કારના ત્રણ કલાક બાદ પહોંચ્યા સિધ્ધુ, શહીદના ભાઈએ શું કહ્યું?

Updated: Feb 17th, 2019

Article Content Image

નવી દિલ્હી,તા.17.ફેબ્રુઆરી 2019, રવિવાર

પુલવામામાં આતંકવાદી હુમલા બાદ પણ પાકિસ્તાન સાથે વાતચીતની તરફેણ કરીને દેશ આખાનો રોષ વ્હોરી લેનાર પંજાબ સરકારના મંત્રી નવજોત સિંહ સિધ્ધુએ નવો વિવાદ સર્જયો છે.

આ હુમલામાં શહીદ થયેલા પંજાબના મોગા શહેરના શહીદ જયમલ સિંહના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટેની જવાબદારી પંજાબ સરકારના મંત્રી હોવાના નાતે નવજોતસિંહ સિધ્ધુને અપાઈ હતી. જોકે સિધ્ધુ અંતિમ સંસ્કારમાં જવાની જગ્યાએ લુધિયાણાના નગર નિગમ કાર્યક્રમમાં પહોંચી ગયા હતા.એ પછી તેઓ મોગા ગયા હતા.

સિધ્ધુ લગભગ 3 કલાક બાદ શહીદના ઘરે પહોંચ્યા હતા અ્ને શહીદના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. શહીદ જવાનના ભાઈએ તે બાદ કહયુ હતું કે સિધ્ધુ માત્ર ઔપચારિકતા પુરી કરવા આવ્યા હતા.ખરેખર તો તેમણે અંતિમ સંસ્કારમાં હાજર રહેવુ જોઈતુ હતુ.

સિધ્ધુએ પોતાના નિવેદન અંગે આ આગાઉ સ્પષ્ટતા કરતા કહ્યું હતુ કે મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરાયુ છે.જો કરતારપુર કોરિડોર પર બંને દેશો વચ્ચેના તનાવની અસર પડશે તો આતંકવાદીઓને તેનાથી પ્રોત્સાહન મળશે.
Gujarat