For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભારતને આત્મરક્ષાનો સંપૂર્ણ અધિકાર, અમેરિકા સાથે જ છે: પુલવામા હુમલામાં USની પ્રતિક્રિયા

Updated: Feb 16th, 2019

શ્રીનગર, તા. 16 ફેબ્રુઆરી 2019 શનિવાર

અમેરિકાના NSA જૉન બોલ્ટને ભારતના NSA અજીત ડોવાલ સાથે ફોન પર વાતચીત કરીને હુમલામાં શહીદ થયેલા જવાનો પ્રત્યે દુ:ખ વ્યક્ત કર્યુ, તેમણે આતંકવાદ વિરુદ્ધ આ લડતમાં ભારતની સાથે ઉભા રહીને દોષીઓને આની સજા આપવાનું આશ્વાસન આપ્યુ.

જમ્મુ-કાશ્મીરના પુલવામાં CRPFના કાફલા પર આતંકી હુમલાને લઈને અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જૉન બોલ્ટને સંવેદનાઓ વર્તાવી છે. તેમણે પોતાના ભારતીય સમકક્ષ અજીત ડોવાલ સાથે ફોન પર વાતચીતમાં કહ્યુ કે આતંકવાદ સામે લડવા અમેરિકા ભારતની સાથે ઉભુ છે.

બોલ્ટને શુક્રવારે સવારે એનએસએ અજીત ડોવાલ સાથે ફોન પર વાતચીત કરીને હુમલામાં શહીદ થયેલા જવાનો પ્રત્યે દુ:ખ વ્યક્ત કર્યુ. તેમણે આતંકવાદ વિરુદ્ધ આ લડતમાં ભારતની સાથે ઉભા રહેવા અને દોષીઓને આની સજાનું આશ્વાસન આપ્યુ.

Gujarat