For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ લદાયો

Updated: Feb 18th, 2019

Article Content Imageનવી દિલ્હી, તા. 18 ફેબ્રુઆરી 2019 સોમવાર

પુલવામા આતંકી હુમલા બાદ એક બાદ એક પાકિસ્તાન વિરુદ્ધ ચોતરફ પગલા ઉઠાવવામાં આવી રહ્યા છે. હવે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પાકિસ્તાની કલાકારો પર સમગ્રરીતે પ્રતિબંધ લાગી ગયો છે. ઑલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશને ફિલ્મ ઉદ્યોગમાં કામ કરનાર પાકિસ્તાની અભિનેતાઓ અને કલાકારો પર પ્રતિબંધની જાહેરાત કરી છે.

પત્રમાં સ્પષ્ટરીતે કહેવામા આવ્યુ છે કે પ્રતિબંધ હોવા છતાં કોઈ સંગઠન પાકિસ્તાની કલાકારોની સાથે કામ કરવા પર જોર આપે છે તો AICWA તેમનો પ્રતિબંધ કરશે અને તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. પત્રમાં પુલવામા આતંકી હુમલાની નિંદા કરવામાં આવી છે. જેમાં CRPFના 40 જવાન શહીદ થઈ ગયા હતા.

આ ગંભીર સ્થિતિમાં અજય દેવગણે પણ ટ્વીટ કરી કે તેમની આગામી ફિલ્મ ટોટલ ધમાલ પાકિસ્તાનમા રિલીઝ થશે નહીં. ટોટલ ધમાલમાં અનિલ કપૂર અને માધૂરી દિક્ષિત સહિત એક મલ્ટી-સ્ટાર કાસ્ટ છે. આ સિવાય ટોટલ ધમાલની ટીમે પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા સૈનિકોના પરિવારોને પણ 50 લાખ રૂપિયાનુ દાન આપ્યુ છે.

હુમલાના વિરોધમાં વધુ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લૉઈઝના સભ્યોએ રવિવારે ફિલ્મ સિટી ગેટ પર શાંતિ માર્ચમાં ભાગ લીધો હતો. ઈષા કોપિકર, ગજેન્દ્ર ચૌહાણ, ગોવિંદ નામદેવ અને સંગીતકાર સલીમ મર્ચેન્ટ સહિત કેટલાક મોટા નામોએ આને પોતાનું સમર્થન આપ્યું.

Gujarat