For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પુલવામા હુમલા બાદ પણ PM મોદી ફિલ્મ શૂટિંગમાં વ્યસ્ત હતાઃ કોંગ્રેસ

Updated: Feb 21st, 2019

Article Content Imageનવી દિલ્હી, તા. 21. ફેબ્રુઆરી 2019 ગુરુવાર

પુલવામાના આતંકવાદી હુમલાના એક સપ્તાહ બાદ કોંગ્રેસે મૌન તોડીને પીએમ નરેન્દ્ર મોદી પર હુમલો કર્યો છે.

કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યુ હતુ કે જ્યારે 14 ફેબ્રુઆરીએ બપોરે પુલવામા હુમલામાં 40 જવાનોની શહીદીના કારણે દેશ શોકમાં ગરકાવ હતો ત્યારે પીએમ મોદી સાંજ સુધી કોર્બેટ પાર્કમાં એક ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતા.શું દુનિયામાં આવા વડાપ્રધાન છે?

સૂરજેવાલાએ કહ્યુ હતુ કે પુલવામામાં 3 વાગ્યે અને 10 મિનિટે જવાનો પર હુમલો થયો હતો અને બીજા ત્રણ કલાક સુધી પીએમ મોદી શૂટિંગ કરતા રહ્યા હતા.દેશ જ્યારે હુમલામાં શહીદોના શરીરના ટુકડા ભેગા કરી રહ્યો હતો ત્યારે પીએમ મોદી પોતાના નામના નારા લગાવી રહ્યા હતા.હુમલા બાદ દેશભરમાં ચૂલા પર રસોઈ નહોતી થઈ રહી ત્યારે પીએમ ઉત્તરાખંડના રામનગર ગેસ્ટ હાઉસમાં ચા નાસ્તાની મજા લઈ રહ્યા હતા.

કોંગ્રેસે કહ્યુ હતુ કે દુનિયામાં કોઈ પીએમે આવુ નહી કર્યુ હતુ.હુમલાના ચાર કલાક બાદ તેઓ જંગલમાં ફરી રહ્યા હતા.હુમલા પછીના ત્રણ કલાક સુધી શૂટિંગ કરી રહ્યા હતા.આવા વડાપ્રધાનને શું કહેવુ?અમારી પાસે શબ્દો નથી.

સૂરજેવાલાએ સ્ફોટક આક્ષેપો કરતા કહ્યુ હતુ કે હુમલા પછી પણ વડાપ્રધાન બોટિગં કરતા રહ્યા હતા.તેમની સભાઓ રોકાઈ નહોતી.મંત્રિઓએ શહીદોના કોફિન સાથે સેલ્ફીઓ લીધી હતી.દેશ હજી શોકમાં છે અને પીએમ મોદી સેર સપાટા માટે વિદેશ જતા રહ્યા છે.પાલમ એરપોર્ટ પર પણ શહીદોના કોફિન પીએમ મોદીની રાહ જોતા રહ્યા હતા.વડાપ્રધાન અહીંયા પણ મોડા પહોંચ્યા હતા.

કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યુ હતુ કે પુલવામા હુમલામાં સરકાર નિર્ણાયક કાર્યવાહી કરે તેવી અમારી માંગ છે.ઈંદિરા ગાંધીએ બાંગ્લાદેશને આઝાદી અપાવી હતી અને પાકને શરણાગતિ સ્વીકારવા મજબૂર કર્યુ હતુ.કોંગ્રેસે આતંકી હુમલાનો જવાબ આપવા માટે સરકારને સમર્થન આપ્યુ છે પણ મોદીજી રાજધર્મ ભૂલીને પોતાનુ રાજ બચાવવામાં પડી ગયા છે.સત્તાની ભૂખે મોદીજીને માણસાઈ ભુલાવી દીધી છે.

કોંગ્રેસે કહ્યુ હતુ કે મોદી અને શાહને આતંકવાદી હુમલા પર રાજકારણ રમવાની જુની આદત છે.અમિત શાહ કોંગ્રેસની સામે ભડકાઉ નિવેદનો આપવાની છે.

કોંગ્રેસના કોન્ફરન્સની હાઇલાઇટ

- PM મોદી માટે સત્તાની લાલચ શાહદતથી મોટી

- PM મોદી દેશના સ્વાભિમાનની ચિંતા નથી કરતા 

- શોકની આ ઘડીમાં તેમણે ગંભીરતાનો પરિચય આપ્યો નહીં

- પ્રોટોકોલને તોડી એમબીએસનું સ્વાગત કરવાનો નિર્ણય ખોટો

- PM મોદી પોતાનો રાજ ધર્મ ભૂલ્યા

- પુલવામા હુમલા બાદ સમગ્ર દેશ શોકમાં ડુબેલો હતો ત્યારે તેઓ પોતાનો પ્રચાર કરી રહ્યાં હતાં

- હકિકત એ છે કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ આતંકવાદ પર રાજકારણ રમવામાં માહેર છે

Gujarat