For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

છેલ્લા 18 કલાકથી ચાલે છે પુલવામામાં ઘર્ષણ, મેજર સહિત 5 જવાન શહિદ

Updated: Feb 18th, 2019

Article Content Image

શ્રીનગર, તા. 18 ફેબ્રુઆરી 2019, સોમવાર

જમ્મુ કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીના રોજ થયેલા આતંકી હુમલાનો બદલો સુરક્ષાદળોએ સોમવારે લીધો. જે આતંકી કામરાન ઉર્ફ ગાઝી રાશિદે પુલવામામાં આતંકી હુમલાનું ષડ્યંત્ર રચ્યુ હતું, સોમવારે સેનાએ તેને ઘર્ષણમાં ઠાર કર્યો.

પુલવામામાં ઓપરેશનને 18 કલાકથી પણ વધારે સમય થઇ ચૂક્યો છે અને તેમાં સુરક્ષદળોને મોટી સફળતા મળી છે. કામરાન સહિત 2 આતંકીઓને ઠાર કરાયા છે. પુલવામામાં સુરક્ષાદળોના 5 જવાન પણ શહિદ થયા છે.

શહિદ જવાનોમાં મેજર ડી.એસ.ઢોઢિયાલ, હેડ કોન્સ્ટેબલ સેવરામ, સિપાહી અજય કુમાર, હરિ સિંહ અને ગુલઝાર અહમદ સામેલ છે. આ સિવાય એક લેફ્ટનેંટ કર્નલ સહિત 5 જવાન ઘાયલ પણ થયા છે. એન્કાઉન્ટરમાં દક્ષિણ કાશ્મીર પોલીસના DIG અમિત કુમાર ઘાયલ થઇ ગયા છે. તેમના પગમાં ગોળી વાગી છે, જે બાદ તેમને આર્મીની હોસ્પીટલમાં ભરતી કરવામાં આવ્યા છે. હાલ તેમની સ્થિતી સ્થિર હોવાનું જાણવા મળ્યુ છે.
Gujarat