For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રાજસ્થાન ક્રિકેટ સંઘે પાકિસ્તાની ક્રિકેટરોની તસવીરો હટાવી

Updated: Feb 18th, 2019

નવી દિલ્હી, તા. 18 ફેબ્રુઆરી 2019 સોમવાર

ક્રિકેટ ક્લબ ઑફ ઈન્ડિયા અને પંજાબ ક્રિકેટ સંઘ બાદ રાજસ્થાન ક્રિકેટ એસોસિએશને પણ પાકિસ્તાની ક્રિકેટરોની તસવીરો પોતાની ગેલેરીથી હટાવી લીધી છે. RCAએ સવાઈ માન સિંહ ક્રિકેટ સ્ટેડિયમની ગેલેરીમાં લાગેલી પાકિસ્તાની ક્રિકેટરોની તસવીરોને હટાવી દીધી છે.

પુલવામામાં CRPFના કાફલા પર થયેલા આતંકવાદી હુમલાના શહીદોના પરિવારો સાથે એકતા દર્શાવતા રાજ્ય એસોસિએશનોએ આ નિર્ણય લીધો છે. અગાઉ પંજાબ ક્રિકેટ સંઘે મોહાલી ક્રિકેટ સ્ટેડિયમની અંદર લાગેલી પાકિસ્તાની ક્રિકેટરોની તસવીરોને રવિવારે હટાવી દીધી હતી.

પીસીએના કોષાધ્યક્ષ અજય ત્યાગીએ આ વિશે જણાવ્યુ હતુ કે આ નિર્ણય સંઘના પદાધિકારીઓની બેઠકમાં લેવામાં આવ્યા. ત્યાગીએ કહ્યુ, એક વિનમ્ર કદમ અનુસાર, પીસીએએ પુલવામા હુમલાના શહીદોની સાથે એકતા દર્શાવવાનો નિર્ણય કર્યો. આ જઘન્ય હુમલા બાદ દેશમાં ઘણો ગુસ્સાનો માહોલ છે અને પીસીએ પણ તેનાથી અલગ નથી. તેમણે કહ્યુ કે મોહાલી સ્ટેડિયમના વિભિન્ન સ્થળોએ પાકિસ્તાન ક્રિકેટરોની લગભગ 15 તસવીરો લાગેલી હતી.

ત્યાગીએ કહ્યુ હતુ કે જે ક્રિકેટરોની તસવીરોને હટાવવામાં આવી છે. જેમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પણ સામેલ છે. તેમના સિવાય અફરીદી, જાવેદ મિયાદાદ અને વસીમ અકરમ સામેલ છે.

Gujarat