For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મોદી સરકારનો સપાટો, પાક પ્રેમી કાશ્મીરી નેતાઓની સરકારી સુરક્ષા પાછી લેવાઈ

Updated: Feb 17th, 2019

Article Content Imageનવી દિલ્હી, તા. 17. ફેબ્રુઆરી 2019 રવિવાર

પુલવામામાં CRPFના જવાનો પર આતંકી હુમલા બાદ મોદી સરકારે હવે કાશ્મીરના અલગાવવાદી નેતાઓને સપાટામાં લેવાનુ શરુ કર્યુ છે.

ગૃહ મંત્રાલયના આદેશ બાદ જમ્મુ કાશ્મીર પ્રશાસને અલગાવવાદી નેતાઓ મીરવાઈઝ ઉમર ફારુક, અબ્દુલ ગની બટ્ટ, બિલાલ લોન, હાશીમ કુરેશી, શબ્બીરશાહની સરકારી સુરક્ષા પાછી ખેચવાનો નિર્ણય લેવાયો છે. તેમને મળતી તમામ સરકારી સુવિધાઓ છીનવી લેવાનુ પણ નક્કી કરાયુ છે. મીરવાઈઝ ફારૂક હુરિયત કોન્ફરન્સના ચેરમેન છે.

ભારતના લોકોના ટેક્સના પૈસા સુવિધાઓ મેળવીને ભારતને જ ગાળો આપતા આ અલગાવવાદી નેતાઓ પર લેવાયેલા નિર્ણયનો આજે સાંજથી જ અમલ થઈ જશે.

જોકે આ લિસ્ટમાં પાકિસ્તાન તરફી સૈયદ અલી શાહ ગિલાનીનુ નામ નથી.આંતકવાદીઓનુ સમર્થન કરનારા નેતાઓને હવે સરકારી આદેશના પગલે સરકાર કોઈ પણ પ્રકારની સુરક્ષા પુરી નહી પાડે.લગભગ 10 વર્ષથી તેમને સરકાર સુરક્ષા આપી રહી હતી.જ્યારે આ નેતાઓ આતંકવાદીઓના નિશાના પર હોવાનુ કહેવાતુ હતુ.

સરકારના આદેશ બાદ તેમને સરકાર તરફથી મળેલી કાર પણ લઈ લેવાશે.પોલીસ હજી પણ બીજા કોઈ અલગાવવાદી નેતાઓને સુરક્ષા મળી છે કે કેમ તે ચકાસી રહી છે. જો બીજા કોઈ નેતાને પણ સુરક્ષા મળી હોવાનુ બહાર આવશે તો તેની સુવિધાઓ અને સુરક્ષા કવચ પણ પાછુ લેવાશે.

આખા દેશમાં 40 જવાનોની શહીદી બાદ અલગાવવાદી નેતાઓ પાઠ ભણાવવાની માગ ઉઠી હતી. જે  પછી ગૃહમંત્રી રાજનાથસિંહે આ વાતના સંકેત પહેલા જ આપી દીધા હતા.

Gujarat