For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

IL&FS કેસમાં ઇડીના મુંબઇ અને દિલ્હી-એનસીઆરમાં દરોડા, ૬ લાખનું વિદેશી ચલણ જપ્ત

આઇએલએન્ડએફએસ ગુ્રપ પર કુલ ૯૧,૦૦૦ કરોડ રૃપિયાનું દેવું

IL&FSના પૂર્વ ચેરમેન રવિ પાર્થસારથી સહિતના પૂર્વ અધિકારીઓ વિરુદ્ધ પીએમએલએ કેસ કર્યા પછી દરોડા

Updated: Feb 20th, 2019


(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૦Article Content Image

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોકેટ(ઇડી)એ કરોડો રૃપિયાના આઇએલએન્ડએફએસ પેમેન્ટ ડિફોલ્ટ કેસના સંદર્ભમાં મુંબઇ અને દિલ્હી-એનસીઆરમાં છ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતાં. આ દરોડા દરમિયાન ૬ લાખ રૃપિયાનું વિદેશી ચલણ જપ્ત કરવામાં આવ્યું હતું. દરોડા દરમિયાન પૂર્વ અધિકારીઓના મકાનોની પણ તપાસ કરવામાં આવી હતી. 

ઇડીએ આઇએલએન્ડએફએસના પૂર્વ ચેરમેન રવિ પાર્થસારથી સહિતના પૂર્વ અધિકારીઓ વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ(પીએમએલએ) હેઠળ કેસ દાખલ કર્યા પછી આ દરોડા પાડયા હતાં.

ઇડીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ઇન્ફ્રાસ્ટ્રકચર લિઝિંગ એન્ડ ફાઇનાન્સિયલ સર્વિસિસ(આઇએલઅએન્ડએફએસ)ના પૂર્વ અધિકારીઓના ઘરે પાડવામાં આવેલા દરોડા દરમિયાન ૬ લાખ રૃપિયાનું વિદેશી ચલણ, મિલકતાના દસ્તાવેજો અને વાંધાજનક કાગળો જપ્ત કરવામાં આવ્યા હતાં. 

વર્ષ ૨૦૧૦થી ૨૦૧૮ દરમિયાન આઇએલએન્ડએફએસ ગુ્રપ દ્વારા કરવામાં આવેલી છેતરપિંડી કરવા બદલ દિલ્હી પોલીસે દાખલ કરેલી એફઆઇઆરના સંદર્ભમાં એજન્સીએ પીએમએલએ કેસ દાખલ કર્યો હતો. 

ખોટા પ્રોજેક્ટ માટે ભંડોળ એકત્ર કરવાના આરોપ હેઠળ દિલ્હી પોલીસે એફઆઇઆર દાખલ કરી હતી. આજે મુંબઇ, દિલ્હી, ગુડગાવ સહિતના એનસીઆરમાં દરોડા પાડવામાં આવ્યા હતાં. 

આઇએલએન્ડએફએસ ગુ્રપની કંપનીઓ સપ્ટેમ્બર, ૨૦૧૮માં ડિફોલ્ટ થવાનું શરૃ થતાં આઇએલએન્ડએફએસ ચર્ચામાં આવ્યું હતું. 

આઇએલએન્ડએફએસ ગુ્રપ પર કુલ ૯૧,૦૦૦ કરોડ રૃપિયાનું દેવું છે. દિલ્હી પોલીસની આર્થિક અપરાધોની શાખાએ ગયા વર્ષે ડિસેમ્બરમાં કેસ દાખલ કર્યો હતો. 

Gujarat