For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બિહાર: જેલમાં બંધ કેદીઓએ બોર્ડર પર લડવાની પરવાનગી માગી

- શહીદોના પરિજનોને રૂપિયા મોકલ્યા

Updated: Feb 19th, 2019

Article Content Imageનવી દિલ્હી, તા. 19 ફેબ્રુઆરી 2019 મંગળવાર

પુલવામા આતંકી હુમલા બાદ દેશમાં ચારે તરફ આતંકવાદીઓના વિરોધમાં લોકો રસ્તા પર ઉતરીને પ્રદર્શન કરી રહ્યા છે. બિહારના ગોપાલગંજ જેલના 200થી વધારે કેદી પણ આમાં જોડાયા છે. તેમણે પુલવામા એટેક બાદ પોતાની કમાણીમાંથી 50 હજાર રૂપિયા શહીદના પરિજનો માટે દાન કર્યુ છે. 

જેલમાં બંધ કેદીઓએ જેલ વહીવટીતંત્રને એક પત્ર લખીને દેશની સરહદે લડીને શહીદ થવાની માગ કરી છે. એટલુ જ નહીં કેદીઓએ પોતાના પત્રમાં જેલ વહીવટીતંત્રથી એ માગ કરી છે કે સરહદ પર દુશ્મન સાથે લડતા મોત થયા બાદ તેમણે શહીદનો દરજ્જો આપવામાં આવે અને પાછા ફરવા પર બીજીવાર જેલ મોકલવામાં આવે. ગોપાલ ગંજ મંડળ કારાના કેદીઓની આ દેશભક્તિને જોતા કારા વહીવટીતંત્ર પણ અવાક છે.

જેલ વહીવટીતંત્ર કેદીઓના આ વિચારને તેમના દ્વારા કરવામાં આવેલા સાર્થક પ્રયત્નને લઈને ચલાવવામાં આવી રહેલી મુહિમ સાથે જોડીને જોઈ રહી છે. ગોપાલગંજ મંડળ કારાના જેલ અધિક્ષક સંદીપ કુમારે જણાવ્યુ કે જેલમાં બંધ 200 કેદીઓએ તેમને એક પત્ર સોંપ્યો છે. જેમાં તેમણે દેશની સરહદ પર જઈને સેનાની સાથે દુશ્મનોને છક્કા છોડાવવાની અપીલ કરી છે.

સાથે જ કેદીઓએ પત્રમાં એ પણ લખ્યુ છે કે જ્યારે તેમને દુશ્મનોની સાથે લડતમાં મારવામાં આવે તો તેમને પણ શહીદનો દરજ્જો આપવામાં આવે અને જો બચીને પાછા આવે તો તેમને બીજીવાર જેલમાં મોકલવામાં આવે.

Gujarat