For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ચૂંટણી પહેલા મોદીની અંતિમ 'મન કી બાત', શહીદો માટે રાષ્ટ્રીય સ્મારક બનાવવાનુ આપ્યુ વચન

Updated: Feb 24th, 2019

Article Content Imageનવી દિલ્હી, તા. 24. ફેબ્રુઆરી 2019 રવિવાર

પુલવામા હુમલા બાદ આજે મોદીએ મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો દેશવાસીઓ સમક્ષ મુક્યા હતા.

પીએમ મોદીએ 53મી વખત મન કી બાત કરતા કહ્યુ હતુ કે ભારત માતાની રક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપનારા ભારતના સપૂતોને હું નમન કરું છું.તેમની શહાદત આપણને સતત પ્રેરણા આપશે.જવાનોની શહીદી બાદ લોકોના મતનમાં ભારે આઘાત અને આક્રોશ છે.આપણા જવાનો હંમેશા સાહસ અને પરાક્રમનો પરિચય આપતા રહ્યા છે.હિંસાના વિરોધમાં જે લાગમી તમારી છે તે માનવતામાં વિશ્વાસ કરનારા તમામ લોકોમાં છે.

નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે મારો યુવા પેઢીને અનુરોધ છે કે શહીદ સૈનિકોના પરિવારોએ જે ભાવના અને લાગણી દર્શાવી છે તેને સમજવાનો પ્રયત્ન કરે.દેશભક્તિ, ત્યાગ તપસ્યા શું છે તે શિખવા માટે ઈતિહાસ તરફ નજર દોડાવવાની જરુર નથી.મને આશ્ચર્ય એ વાતનુ થાય છે કે ભારતમાં જવાનોની વીરતાની ગાથાઓને સાચવી શકાય તેવુ વોર મેમોરિયલ નથી.આવુ એક સ્મારક હોવુ જોઈએ તેવુ મેં નક્કી કર્યુ છે.દેશમાં રાષ્ટ્રિય સૈનિક સ્મારક બનશે.

તેમણે જમશેદજી ટાટાને યાદ કરતા કહ્યુ હતુ કે તેમણે દેશને મોટી મોટી સંસ્થાઓ આપી છે.તેમના વિઝનના કારણે ટાટા ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સની સ્થાપના થઈ છે. 

તેમણે પૂર્વ વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈનો ઉલ્લેખ કરીને કહ્યુ હતુ કે તેઓ દેશના સૌથી શિસ્તબધ્ધ નેતાઓ પૈકીના એક હતા.

તેમણે દેશમાં ચૂંટણીની આચાર સંહિતા બહુ જલ્દી લાગુ થશે તે વાત પર ઈશારો કરીને કહ્યુ હતુ કે આગામી બે મહિના ચૂંટણીની ગરમા ગરમીમાં આપણે વ્યક્ત હોઈશું .લોકતંત્રની પરંપરાઓનુ સન્માન કરીને આગામી મન કી બાત હવે હું મે મહિનાના છેલ્લા રવિવારે કરીશ.

Gujarat