For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રાષ્ટ્રપતિ એક વટહુકમથી કલમ-370 હટાવી શકે છે : સુબ્રમણ્યમ સ્વામી

- ભાજપના બંધારણ નિષ્ણાત સ્વામીનો સ્પષ્ટ મત

- કાશ્મીરમાં ભાજપ પીડીપી મુફ્તીની સરકાર હતી ધાર્યું હોત તો વિધાનસભામાં કાયદો લાવી શકી હોત

Updated: Feb 20th, 2019

Article Content Image

અમદાવાદ, તા. ૨૦ ફેબ્રુઆરી, 2019, બુધવાર

આઝાદીના આરંભ કાળે જમ્મુ કાશ્મીર રાજ્યને વિશેષ સવલત અપાઇ હતી. એ સગવડને કારણે કાશ્મીર લગભગ દેશ કહી શકાય એવો દરજ્જો ભોગવે છે. ભારતને રાષ્ટ્ર તરીકે હોય તેનાથી થોડાક જ ઓછા (અને ભારતના રાજ્યોને હોય તેનાથી ક્યાંય વધારે) હક્કો કાશ્મીર ભોગવી શકે છે. માટે વારંવાર કલમ-૩૭૦ હટાવવાની માંગ થતી રહી છે. કલમ-૩૭૦ હટાવવા માટે લાંબી વિધી કરવી પડે એવુ સરકાર કહે છે. સંસદમાં ખરડો પસાર કરવો પડે સાથે સાથે જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં પણ બહુમતીથી ખરડો પસાર થવો જોઈએ. 

વળી બંધારણમાં સ્પષ્ટ લખ્યું છે કે કલમ ૩૭૦ એ કામચલાઉ વ્યવ્સથા છે. આજે સ્થિતિ એ છે કે કામચલાઉ વ્યવસ્થા સરકારોની ઉદાસિનતાને કારણે સાત દાયકા પાર કરી ચૂકી છે. અગાઉ વાજયેપી વખતે પણ ભાજપના ટેકાથી કાશ્મીરમાં સરકાર બની હતી અને હમણાં પણ ભાજપના ટેકાથી મહેબૂબા મુફ્તી સરકાર ચાલી હતી. કેન્દ્ર સરકારે ઈચ્છા શક્તિ દાખવી હોત તો એ વખતે જ કલમ-૩૭૦ હટાવવા અંગે પ્રબળ કામગીરી કરી શકી હોત.

જોકે ભાજપના સાસંદ અને બંધારણ નિષ્ણાત સુબ્રમણ્યમ સ્વામીનો મત જૂદો છે. જુલાઈ ૨૦૧૮માં સ્વામીએ એક ટ્વિટ કરી હતી. ટ્વિટમાં લખ્યુ હતુ કે 'જે લોકો કલમ-૩૭૦ હટાવવા માટે સંસદની મંજૂરીની વાત કરે છે, એ લોકો બંધારણની અવગણના કરી રહ્યા છે અથવા તો બંધારણ વિશે અભણ છે. એ કલમ હટાવવા માટે રાષ્ટ્રપતિનું એક નોટિફિકેશન જ પૂરતું છે.' એ ટ્વિટ ગયા વર્ષની છે, પરંતુ તેમાં રજૂ કરેલી હકીકતો બદલાઈ જતી નથી. સીધી વાત છે કે કાશ્મીરને ગમે તેટલો વિશેષ દરજ્જો આપ્યો હોય, એ ભારતનું ભાગ હોવાથી અંતિમ નિર્ણય તો ભારતના હાથમાં જ રહે છે. લોકશાહીમાં ભારતની સર્વોચ્ચ સત્તા રાષ્ટ્રપતિ પાસે છે. જે રીતે રાષ્ટ્રપતિ અન્ય ખરડા પસાર કરી શકે એવી રીતે કલમ-૩૭૦ અંગે પણ ખરડો પસાર કરી જ શકે છે.આ કલમને કારણે કાશ્મીરને અનેક વિશેષ દરજ્જા મળે છે. માટે ભારતના અન્ય રાજ્યોમાંથી વાંરવાર કલમ-૩૭૦નો વિરોધ થતો રહે છે. પુલવામા એટેક પછી ફરી એક વખત કાશ્મીરનો વિશેષ દરજ્જો પાછો ખેંચવાની માંગ ઉઠી છે. હવે કામગીરી કરવાનો સરકારનો છે. ૨૦૧૪માં એનડીએ સરકાર સત્તામાં આવી ત્યારે જ આ કલમ હટાવવા ઈચ્છા દર્શાવી હતી, પરંતુ એ પછી કોઈ નક્કર કામગીરી થઈ નથી.

Gujarat