For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

હિમાચલમાં CMની પંસદગી પહેલા જ પ્રતિભાસિંહના સમર્થકોની બબાલ, હોટલમાં બેઠક ચાલુ

અત્યારે પ્રદેશ અધ્યક્ષ પ્રતિભાસિંહને મુખ્યમંત્રીના પ્રબળ દાવેદાર

કોંગ્રેસને 40, ભાજપને 25 બેઠકો મળી હતી

Updated: Dec 9th, 2022

Article Content Image

તા. 9 ડીસેમ્બર 2022, શુક્રવાર

હિમાચલમાં કોંગ્રેસે ભલે વિધાનસભા જીતી લીધી હોય પરંતુ CM ઉમેદવારની પંસદગી બાબતે દાવેદારોમાં ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. રાજ્યના પ્રભારી  રાજીવ શુક્લા અને પર્યવેક્ષક ભુપેન્દ્ર  હુડ્ડા, છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બધેલે હિમાચલ પ્રદેશના પ્રમુખ પ્રતિભાસિંહ અને અન્ય નેતાઓ સાથે શિમલાની ઓબોરોય સેસિલ હોટલમાં બેઠક કરી. તો ત્યા હોટલની બહાર પ્રતિભાસિંહના સમર્થકોએ જોરદાર બબાલ કરી હલ્લો મચાવી શક્તિ પ્રદર્શન કર્યુ હતુ. બેઠક બાદ હિમાચલ પ્રદેશ કોંગ્રેસના પ્રતિભાસિંહે કહ્યું કે પાર્ટીમાં કોઈ ભેદભાવ નથી અને  બધા અમારી સાથે જ છે.  અમે સાંજે બેઠક કરીશું ત્યાર બાદ મુખ્યમંત્રીનું નામ નક્કી કરવામાં આવશે.

અત્યારે પ્રદેશ અધ્યક્ષ પ્રતિભાસિંહને મુખ્યમંત્રીના પ્રબળ દાવેદાર
આ બધાની વચ્ચે નવા ચુંટાયેલા ધારાસભ્યોએ શિમલા ખાતે એક બેઠક કરી હતી. કોંગ્રેસે નેતા અને પુર્વ મુખ્યમંત્રી વીરભદ્રસિંહના પુત્રએ કહ્યું કે બેઠકમાં  ધારાસભ્યોની સામુહિક ઈચ્છા જાણવામાં આવશે ત્યાર બાદ જે નિર્ણય થાય તે ઉપર જાણ કરવામાં આવશે. પરંતુ અત્યારે કોંગ્રેસ સામે મુખ્યમંત્રીના ચહેરો શોધવો એ અતિ મહત્વનો પડકાર છે. કે જે પાર્ટીને જોડીને ચાલે. પરંતુ અત્યારે તો પ્રદેશ અધ્યક્ષ પ્રતિભાસિંહને મુખ્યમંત્રીના પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. તો પેલી બાજુ પાર્ટીના પુર્વ પ્રમુખ સુખવિંગરસિંહ સુક્ખુ અને કોંગ્રેસ ધારાસભ્યના વર્તમાન નેતા મુકેશ અગ્નિહોત્રી પણ  CM પદના દાવેદારની રેસમાં  સામેલ છે. આ સિવાય પણ બીજા કેટલાક નેતાઓ CM પદની ઈચ્છા લઈને આશા રાખીને બેઠા છે.  

કોંગ્રેસને 40, ભાજપને 25 બેઠકો મળી હતી
હિમાચલ પ્રદેશમાં કુલ 68 વિધાનસભા સીટો છે. કોઈપણ પાર્ટીને સરકાર બનાવવા માટે 35 સીટોની જરૂર હોય છે. કોંગ્રેસે અહીં 40 સીટો જીતી છે. ભાજપને 25 જ્યારે અન્યને ત્રણ બેઠકો મળી છે. AAPએ એક પણ સીટ જીતી નથી. આ ચૂંટણીમાં 412 ઉમેદવારોનું ભાવિ દાવ પર હતું.

કોંગ્રેસને હોર્સ ટ્રેડિંગનો છે ડર
હિમાચલ પ્રદેશમાં ચૂંટણી જીત્યા બાદ પણ કોંગ્રેસ હવે પોતાના ધારાસભ્યો તૂટવાની ચિંતામાં છે. પરિણામ આવ્યા પછી, છત્તીસગઢના સીએમ અને ચૂંટણી નિરીક્ષક ભૂપેશ બઘેલે હોર્સ ટ્રેડિંગ પર નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસમાંથી જીતેલા ધારાસભ્યોને ભાજપથી ખતરો છે. ભાજપ કંઈ પણ કરી શકે છે. તમારે તમારા સાથીઓનું ધ્યાન રાખવું પડશે. વિજેતા ધારાસભ્યોને રાયપુર ખસેડવામાં આવશે તેવી ચર્ચા હતી


Gujarat