For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દિલ્હી કોંગ્રેસ મીડિયા પ્રમુખ પદ પરથી શર્મિષ્ઠા મુખર્જીએ આપ્યું રાજીનામું

- પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની પુત્રી છે શર્મિષ્ઠા મુખર્જી

Updated: Feb 14th, 2019

Article Content Image

નવી દિલ્હી, તા. 14 ફેબ્રુઆરી 2019, ગુરુવાર

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની પુત્રી શર્મિષ્ઠા મુખર્જીએ દિલ્હી કોંગ્રેસ મીડિયા પ્રમુખ પદ પરથી રાજીનામું આપી દીધું છે. શર્મિષ્ઠાએ આજે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. જો કે, તેઓ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ પદ પર બન્યા રહેશે. શર્મિષ્ઠા મુખર્જીની જગ્યા રમાકાંત ગૌસ્વામીએ લીધી છે.

લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી કમિટિઓમાં સ્થાન નહી મળ્યા બાદ શર્મિષ્ઠા મુખર્જીએ આ નિર્ણય લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. સામાન્ય ચૂંટણીઓ માટે દિલ્હી મીડિયા કો-ઓર્ડિનેશન કમિટિમાં શર્મિષ્ઠાની જગ્યાએ રમાકાંત ગૌસ્વામીની પસંદગી થઇ છે અને આ કારણે જ શર્મિષ્ઠા મુખર્જીએ રાજીનામું આપ્યું છે.
Gujarat