For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

તમિલનાડૂમાં ભાજપ-AIADMK વચ્ચ ગઠબંધન, ભાજપ 5 સીટો પરથી લડશે ચૂંટણી

Updated: Feb 19th, 2019

Article Content Image

નવી દિલ્હી, તા. 19 ફેબ્રુઆરી 2019, મંગળવાર

લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમિલનાડૂમાં ભાજપ અને AIADMK વચ્ચે ગઠબંધન થયું છે. તમિલનાડૂ અને પોંડીચેરીમાં ભાજપ અને AIADMK સાથે રહીને ચૂંટણી લડશે. ભાજપ લોકસભામાં અહીંથી 5 બેઠકો પર ચૂંટણી લડશે.

આ અંગે ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી પિયૂશ ગોયલે જણાવ્યું કે, અમે તમિલનાડૂમાં 21 વિધાનસભાની બેઠકોની પેટા ચૂંટણીમાં AIADMKને ટેકો આપીશું. અમે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચૂંટણી લડવાની સંમતી દર્શાવી છે.

ઉલ્લેખનિય છે કે, તમિલનાડૂ ભાજપના પ્રભારી પિયૂશ ગોયલ અને તમિલનાડૂના મુખ્યમંત્રી પલાનીસામી અને નાયબ મુખ્યમંત્રી પન્નીરસેલ્વમ સાથે મુલાકાતમાં આ ગઠબંધન પર સંમતિ થઇ છે. નોંધનિય છે કે, આ ઉપરાંત ગઇકાલે સોમવારે મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપ વચ્ચે ગઠબંધન પર સમજૂતિ થઇ છે.
Gujarat