For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

PM મોદીએ વારાણસીને આપી 2900 કરોડની યોજનાઓની ગિફ્ટ, જાણો શું કહ્યું

Updated: Feb 19th, 2019

Article Content Imageનવી દિલ્હી, તા. 19. ફેબ્રુઆરી 2019 મંગળવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મત વિસ્તાર વારાણસીને 2900 કરોડની યોજનાઓની ગિફ્ટ આપી છે.

આજે પીએમ મોદીએ વારાણસીની મુલાકાત દરમિયાન ડિઝલમાંથી ઈલેક્ટ્રિક એન્જિનમાં ફેરવાયેલા એન્જિનને લીલી ઝંડ઼ી આપી હતી.તેમજ સંત રવિદાસના જન્મસ્થળની પણ મુલાકાત લીધી હતી.

પીએમ મોદીએ એક સભાને સંબોધિત કરતા કહ્યુ હતુ કે વારાણસીને નવા ભારતની ઉર્જાનુ કેન્દ્ર બનાવવામાં સપળતા મળી છે.ડિઝલથી ચાલતા એન્જિનને ઈલેક્ટ્રિસિટીથી ચલાવવામાં સફળતા મેળવીને ભારતના વૈજ્ઞાનિકો અને એન્જિનિયર્સે ફરી પોતાની પ્રતિભા દુનિયા સમક્ષ સાબિત કરી છે.આ પ્રયોગ સફળત થવાથી બીજા એન્જિનને પણ કન્વર્ટ કરીને રેલવેને વધારે સક્ષમ બનાવી શકાશે.

તેમણે રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યુ હતુ કે ભારતની પહેલી હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસને કેટલાક લોકો દ્વારા જે રીતે ટાર્ગેટ કરાઈ છે અને તેની મજાક ઉડાવી છે તે દુખદ છે.શું આ ટ્રેન બનાવનાર એન્જિનિયર્સ અને ટેકનિશિયનને અપમાનિત કરવુ યોગ્ય છે?

તેમણએ કહ્યુ હતુ કે સંત રવિદાસજીન મંદિરમાં દર્શન કરવાનુ સૌભાગ્ય મળ્યુ છે.તેનુ બ્યુટિફિકેશન કરવાની માંગ વરસોથી હતી.જે હવે પુરી થવા જઈ રહી છે.

તેમણે કહ્યુ હતુ કે માત્ર રાજકીય લાભ માટે નાત જાતના મુદ્દા ઉઠાવનારા લોકોને ઓળખવા પડશે.ગરીબ પરિવારો માટે મફત ગેસ અને વીજ કનેક્શન, પાંચ લાખ સુધી મફત સારવાર, ખેડૂતો માટે સિંચાઈ વ્યવસ્થા અને દર વર્ષે 6000ની સહાય જેવી યોજનાઓ સરકારે કોઈ જાતના ભેદભાવ વગર શરુ કરી છે.વારાણસીમાં જે યોજનાઓનુ ઉદઘાટન થવા જઈ રહ્યુ છે તેનો લાભ સમાજના તમામ વર્ગને મળવાનો છે.સરકાર કોઈ ભેદભાવ વગર તમામનો ખ્યાલ રાખશે.જે પૂજ્ય સંત રવિદાસજીની ભાવનાઓને અનુરુપ છે.

Gujarat