For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જે આગ તમારા દિલમાં છે તે જ મારા દિલમાં છેઃ નરેન્દ્ર મોદી

Updated: Feb 17th, 2019

નવી દિલ્હી, તા. 17. ફેબ્રુઆરી 2019 રવિવાર

પુલવામા આતંકવાદી હુમલા બાદ પોતાના દરેક કાર્યક્રમમાં પીએમ મોદી દેશવાસીઓને હુમલાનો બદલો લેવા માટે ભરોસો આપી રહ્યા છે.

આજે બિહારમાં સરકારી યોજનાઓના લોકાર્પણમાં પહોંચેલા વડાપ્રધાને ફરી એક વખત પુલવામા હુમલાનો ઉલ્લેખ કરીને કહ્યુ હતુ કે હું અનુભવી શકું છું કે તમારા અને દેશવાસીઓના દિલમાં કેટલી આગ છે પણ જે આગ તમારા દિલમાં છે તે જ મારા દિલમાં છે.

નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે પુલવામા હુમલામાં શહીદ થયેલા લોકોને હું નમન કરું છું.તેમણે આ હુમલામાં શહીદ થનાર બિહારના સપૂત સંજયકુમાર અને રતન કુમાર ઠાકુરને પણ યાદ કર્યા હતા.

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પટણાના મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.આ પ્રસંગે બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમાર પણ હાજર હતા.આ મેટ્રો પ્રોજેક્ટ 13000 કરોડના ખર્ચે પાર પડશે.

તેની સાથે સાથે પીએમ મોદીએ રિફાઈનરી વિસ્તરણ માટે શિલાન્યાસ કર્યો હતો.આ સિવાય પટણા રાંચી માટે એસી ટ્રેનનુ પણ ઉદઘાટન કર્યુ હતુ.

આજે પીએમ મોદી બિહારમાં કુલ 33000 કરોડ રુપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવાના છે.

Gujarat