For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મોદી આજે 75000 કરોડની પીએમ-કિસાન યોજનાનું ઉદ્ઘાટન કરશે

આજે જ રૃ. ૨૦૦૦નો પ્રથમ હપ્તો એક કરોડ ખેડૂતોને મળી જશે

ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં આયોજિત કાર્યક્રમ

Updated: Feb 23rd, 2019


(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૩Article Content Image

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં ૭૫,૦૦૦ કરોડ રૃપિયાની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ(પીએમ-કિસાન) યોજનાનું ઉદ્ઘાટન કરશે. આવતીકાલે જ એક કરોડ ખેડૂતોના ખાતામાં આ યોજનાના પ્રથમ હપ્તા પેટે ૨૦૦૦ રૃપિયા જમા થઇ જશે તેમ કૃષિ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું.

આગામી બે થી ત્રણ દિવસમાં બીજા એક કરોડ ખેડૂતોને આ સ્કીમ હેઠળ આવરી લેવામાં આવશે. ૨૦૧૯-૨૦ માટેના વચગાળાના બજેટમાં સરકારે પીએમ-કિસાન યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ બે હેકટર સુધીની જમીન ધરાવતા નાના ખેડૂતોને વાર્ષિક ૬૦૦૦ રૃપિયાની સહાય કરવાની જાહેરાત કરવામાં આવી હતી. 

આ યોજના હેઠળ ૬૦૦૦ રૃપિયા ૨૦૦૦ રૃપિયાના ત્રણ હપ્તાના ચૂકવવામાં આવશે. આ યોજનાનો લાભ દેશના ૧૨ કરોડ ખેડૂતોને થશે. આવતીકાલે ઉત્તર પ્રદેશ અને કર્ણાટક સહિતના ૧૪ રાજ્યોના એક કરોડ ખેડૂતોના ખાતામાં ૨૦૦૦ રૃપિયાનો પ્રથમ હપ્તો જમા થઇ જશે.

Gujarat