For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પાકિસ્તાનની ડંફાસ, ભારત નદીઓનુ પાણી રોકે તો પણ કોઈ ફરક નથી પડતો

Updated: Feb 22nd, 2019

નવી દિલ્હી,તા.22.ફેબ્રુઆરી 2019, શુક્રવાર

પુલવામા હુમલા બાદ ભારતે પાકિ્સ્તાનમાં જતુ ત્રણ નદીઓનુ પાણી રોકી દેવાની જાહેરાત કર્યા પછી પાકિસ્તાનમાં ખળભળાટ છે.

આમ છતા પાકિસ્તાનના જળ સંસાધન મંત્રાલયના સચિવ ખ્વાજા શુમૈલે એવી ડંફાસ મારી છે કે પાણી રોકવુ હોય તો રોકી લો, પાકિસ્તાન પર તેની કોઈ અસર નહી પડે.

પાકિસ્તાનના એક અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં ખ્વાજાએ કહ્યુ હતુ કે એમ પણ સિંધુ કરાર હેઠળ આ નદીઓનુ પાણી ભારતના જ હકનુ છે.આ પાણી ભારત ડાયવર્ટ કરે તો પણ પાકિસ્તાનને કોઈ વાંધો નથી.સિંધુ કરાર હેઠળ રાવિ, સતલુજ અને બ્યાસનુ પાણી ભારત માટે જ છે.

ગઈકાલે જ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એક કાર્યક્રમમાં કહ્યુ હતુ કે સિંધુ કરાર હેઠળ રાવી, બ્યાસ અને સતલુજનુ પાણી ડાયવર્ટ કરીને યમુનામાં ઠલવાશે.જેનાથી હરિયાણા, પંજાબ, જમ્મુ કાશ્મીરના રાજ્યોના ખેડૂતોને સિંચાઈ માટે મળનારા પાણીમાં વધારો થશે.

Gujarat