For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જૈશ-એ-મોહમ્મદના હેડક્વાટર પર પાકિસ્તાન સરકારે કર્યો કબ્જો

Updated: Feb 22nd, 2019

Article Content Image

નવી દિલ્હી, તા. 22 ફેબ્રુઆરી 2019, શુક્રવાર

પુલવામા આતંરી હુમલા બાદ પાકિસ્તાન પર આંતરરાષ્ટ્રીય પ્રેશર વધી રહ્યું છે જેની હવે અસર જોવા મળી રહી છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં  બહાવલપુર સ્થિત જૈશ-એ-મોહમ્મદના હેડક્વાર્ટરને ત્યાંની પંજાબ પોલીસે પોતાના નિયંત્રણમાં લીધું છે અને ત્યાંની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

પાકિસ્તાની સરકારના પ્રવક્તાએ ટ્વીટ કરી જણાવ્યું, પંજાબ સરકારે બહાવલપુરમાં મદરસાતુલ સાબિર અને જામા-એ-મસ્જીદ સુભાનલ્લામાં એક પરિસરને પોતાના નિયંત્રણમાં લઇ લીધું છે. આ કાર્યવાહી વડાપ્રધાન ઇમરાન ખાનની અધ્યક્ષતામાં ગુરુવારે થયેલી રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠકના નિર્ણય અનુસાર કરવામાં આવી. જૈશના હેડક્વાર્ટરમાં પંજાબ સરકારે પોતાના સંચાલક નિયુક્ત કરી દીધાં છે.
Gujarat