For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રાજસ્થાન: જયપુર સેન્ટ્રલ જેલમાં પાકિસ્તાની કેદીની હત્યા

Updated: Feb 20th, 2019

Article Content Imageજયપુર, તા. 20 ફેબ્રુઆરી 2019, બુધવાર

પુલવામા આતંકવાદી હુમલાને લઇને ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે રાજસ્થાનમાં જયપુરની જેલમાં બંધ પાકિસ્તાની કેદ શાકિર ઉલ્હાની હત્યા કરી નાખવામાં આવી છે. જયપુર જેલમાં બંધ અન્ય કેદીઓએ માર મારી પાકિસ્તાની કેદની હત્યા કરી નાખી. જોકે, સમગ્ર મામલો શું હતો તેની માહિતી હજુ સુધી સામે આવી નથી.

14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં 40 જવાન શહીદ થઇ ગયા હતા. આ હુમલામાં પાકિસ્તાન સમર્થક આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો હાથ હતો. આ હુમલા બાદથી સમગ્ર દેશમાં પાકિસ્તાનની સામે ગુસ્સાનો માહોલ છે. આમ જનતા સતત રસ્તા પર ઉતરી પાકિસ્તાનની સામે વિરોધ પ્રદર્શન કરી રહી છે અને ભારત સરકારને આકરા પગલા ભરવાની માંગ કરી રહીં છે.

આ પહેલા રાજસ્થાનના જ બીકાનેરના ડીએમ કુમાર પાલ ગૌતમે પાકિસ્તાની નાગરીકો માટે અલ્ટીમેટમ આપ્યું હતું કે તેઓ 48 કલાકની અંદર શહેર છોડી દે. જેને લઇને ઘણો વિવાદ થયો હતો.

Gujarat