For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પાકિસ્તાની નાગરિકો ઝટપટ પાછા જાઓ

- રાજસ્થાનમાં ટુરિસ્ટ્સને જિલ્લા મેજિસ્ટ્રેટની તાકીદ

- કેટલાક ટુરિસ્ટ્સ અજમેર અને ઉદયપુરમાં છે

Updated: Feb 19th, 2019

Article Content Imageબીકાનેર તા..19 ફેબ્રુઆરી 2019 મંગળવાર

પુલવામામાં થયેલા આતંકવાદી  હુમલાના પગલે રાજસ્થાનના વિવિધ શહેરમાં ટુરિસ્ટ તરીકે આવેલા પાકિસ્તાની નાગરિકોને તત્કાળ દેશ છોડી દેવાની તાકીદ જિલ્લા મેજિસ્ટ્રેટે કરી હતી.

રાજસ્થાનમાં અજમેર શરીફ નામે યા્ત્રા ધામ આવેલું છે જ્યાં સૂફી સંત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ છે. ગરીબનવાઝના હુલામણા નામે ઓળખાતા આ સંતની દરગાહ પર દર વર્ષે હજારો પાકિસ્તાની નાગરિકો સલામ કરવા આવે છે.

આ વર્ષે પણ રાજસ્થાનના વિવિધ શહેરોમાં પ્રવાસી પર્યટકો તરીકે પાકિસ્તાની નાગરિકો હાજર છે. હૉટલેા અને ટેક્સી-ટુરિસ્ટ બસ કંપનીઓ આવા પ્રવાસીઓને પિછાણતા હોય છે. 

બીકાનેરના અને અજમેરના જિલ્લા મેજિસ્ટ્રેટ્સે આવા પ્રવાસી પર્યટકોને એવી તાકીદ કરી હતી કે અત્યારે ભારતીય પ્રજા ગુસ્સામાં છે. તમારા માટે કોઇ પ્રકારનું જોખમ સર્જાય એ પહેલાં સ્વદેશ રવાના થઇ જાઓ.

Gujarat