For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પાક હેકર્સની અવળચંડાઈ, ગુજરાત સહિત દેશની 100 વેબસાઈટ હેક

Updated: Feb 19th, 2019

નવી દિલ્હી, તા. 19. ફેબ્રુઆરી 2019 મંગળવાર

પુલવામા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સબંધો વણસી ચુક્યા છે. જૈશ એ મહોમ્મદના આતંકવાદી હુમલા બાદ હવે પાકિસ્તાનના હેકર્સે અવળચંડાઈ કરીને ભારત પર સાયબર એટે કર્યો છે.

પાકના એક હેકરે ભારતની 100 થી વધુ વેબસાઈટ હેક કરી છે.જેમાં નાગપુરમાં ભાજપ કાર્યાલયની અને ગુજરાતની સરકારી વેબસાઈટનો સમાવેશ થાય છે.ભાજપના ગુજરાતના નેતા આઈ કે જાડેજાનો બ્લોગ પણ હેક કરાયો છે.

આ પહેલા શનિવારે પાકિસ્તાનના વિદેશ મંત્રાલય સહિત પાકિસ્તાનની વિવિધ 300 વેબસાઈટ્સ હેક થઈ હતી.પાકિસ્તાને આ માટે ભારતીય હેકર્સ તરફ આંગળી ચિંધી હતી.

Gujarat