For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પાકિસ્તાન FATFના ગ્રે લિસ્ટમાં યથાવત, આતંકવાદીઓ પર કાર્યવાહીની શરત

Updated: Feb 22nd, 2019

નવી દિલ્હી,તા.22.ફેબ્રુઆરી 2019, શુક્રવાર

પુલવામા આતંકવાદી હુમલા બાદ ચારે તરફથી ઘેરાયેલા પાકિસ્તાનને ફાઈનાન્સિયલ એક્શન  ટાસ્ક ફોર્સની ગ્રે લિસ્ટમાં જ રાખવામાં આવ્યુ છે.

પેરિસમાં થયેલી ટાસ્ક ફોર્સની બેઠકમાં ઉપરોક્ત નિર્ણય લેવાયો હતો.પાકિસ્તાને ગ્રે લિસ્ટમાંથી નિકળવા માટે આતંકવાદી હાફિઝ સઈદના સંગઠન જમાત ઉદ દાવા પર બેન મુકવાનો દેખાડો કર્યો હતો પણ તેનાથી ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ પ્રભાવિત થયુ નથી.ઉલટાનુ ટાસ્ક ફોર્સે પાકિસ્તાનને ચેતવણી આપી છે કે પાકિસ્તાનના રેટિંગનો જુન અને ઓક્ટોબરમાં ફરી રીવ્યુ થવાનો છે અ્ને તે પહેલા જો આતકંવાદ સામે પાકિસ્તાન એક્શન નહી લે તો તેને ગંભીર પરિણામ ભોગવવાનો વારો આવી શકે છે.

ટાસ્ક ફોર્સે એવી પણ સલાહ આપી છે કે જેટલો સમય મળ્યો છે તેટલા સમયમાં પાકિસ્તાન ટાર્ગેટ પુરો કરે.

ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ આતંકવાદ સામે લડતા દેશોને આર્થિક મદદ આપતી હોય છે.આ સિવાય સંસ્થા તરફથી જે રેટિંગ અપાય તેની અસર વર્લ્ડ બેન્ક સહિતની બીજી આંતરરાષ્ટ્રિય નાણાકીય સંસ્થાઓ દ્વારા અપાતી લોન પર પણ પડતી હોય છે.

ભારત સરકાર આ બેઠક પહેલા પાકિસ્તાનને ગ્રે લિસ્ટની જગ્યાએ બ્લેક લિસ્ટમાં મુકવા માટે દબાવ બનાવી રહી હતી.જોકે સરકારના આ પ્રયત્નોને સફળતા મળી નથી.

Gujarat