For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

લાંબા અંતરની ૧૧૪ આર્ટિલરી ગન ધનુષના નિર્માણને મંજૂરી

ભારત-પાક. વચ્ચેની તંગદિલી વચ્ચે મહત્ત્વપૂર્ણ નિર્ણય

ઓર્ડિન્સ ફેક્ટરી બોર્ડ અને ભારતીય સેના મળીને ઉત્પાદન કરશે

Updated: Feb 19th, 2019


(પીટીઆઇ) કોલકાતા, તા. ૧૯Article Content Image

લાંબા અંતરની ૧૧૪ આર્ટિલરી ગન ધનુષનું નિર્માણ કરવા માટે ભારતીય સેના અને સંરક્ષણ મંત્રાલયે ઓર્ડિનન્સ ફેકટરી બોર્ડ(ઓએફબી)ને મંજૂરી આપી દીધી છે તેમ એક સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે. 

આ પ્રોડક્ટનું નિર્માણ ઓએફબી અને ભારતીય સેનાના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવશે. આ ગનમાં ઇનરશિયલ નેવિગેશન આધારિત સાઇટિંગ સિસ્ટમ, ઓટો લેયિંગ ફેસિલિટી, ઓન-બોર્ડ બેલેસ્ટિક કોમ્પ્યુટેશન અને એડવાન્સ ડે એન્ડ નાઇટ ડાયરેક્ટ ફાયરિંગ સિસ્ટમની સુવિધા છે. 

ગોળીબારની ચોકસાઇ વધારવા ધનુષને ઇલેક્ટ્રોનિક રીતે અપડેટ કરવામાં આવી છે. આ ગનના નિર્માણમાં ડીઆરડીઓ, ડીજીક્યુએ, બીઇએલ, સેલ  સહિતના સંરક્ષણ પીએસયુ તથા કેટલીક ખાનગી કંપનીઓએ પણ ધનુષના નિર્માણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. 

Gujarat