For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સરકારના 2014ના એક આદેશને કારણે પુલવામાં હુમલો થયો : સુબ્રમણ્યમ સ્વામી

- ચેકપોઇન્ટ પર કાર નહિ રોકવાનો આદેશ

- ૨૦૧૪માં બડગામમાં સૈન્યે મારૃતિ પર કરેલા ગોળીબારમાં બે નિર્દોષ કિશોરોના મોત થતા આદેશ કરેલો

Updated: Feb 15th, 2019


નવી દિલ્હી, તા. 15 ફેબ્રુઆરી, 2019, શુક્રવાર

ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ મોદી સરકાર પર હુમલો કરતાં જણાવ્યું હતું કે, સીઆરપીએફના જવાનો પર હુમલો સરકારે કરેલા ૨૦૧૪ના એક આદેશને કારણે થયો હતો.

 તેમણે ટ્વિટ કરી લખ્યું હતું કે, સરકારે આદેશ કર્યો હતો કે, કોઈ પણ વાહનને ચેકપોઇન્ટ પર રોકવા નહીં. ૨૦૧૪ના નવેમ્બરમાં વડગામમાં રાષ્ટ્રીય રાઇફલ્સના જવાનોએ એક મારૃતિ કાર પર ગોળીબાર કર્યો હતો.

આ કાર અગાઉના બે ચેક પોઇન્ટ પસાર કરીને આવેલી જવાનોએ તેને આતંકીઓની શંકા સાથે ગોળીબાર કરતા બે નિર્દોષ કિશોરોના મોત થયા હતા. કારમાં પાંચ યુવકો મોહરમ જોઈને પાછા આવતા હતા. આ મુદ્દે ચાર સૈનિકો પર કેસ ચાલેલો અને તેમને સજા મળેલી આ ઘટનાનો વિવાદ થયો હતો અને તે સમયના રક્ષામંત્રી અરૃણ જેટલીએ ખેદ પણ વ્યક્ત કરેલો.

Gujarat