For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સિક્કાની બીજી બાજુ, ભારતીય સેનામાં ભરતી થવા ઉમટ્યા કાશ્મીરી યુવકો

Updated: Feb 20th, 2019

Article Content Imageનવી દિલ્હી,તા.20.ફેબ્રુઆરી 2019, બુધવાર

પુલવામાના આતંકવાદી હુમલા વચ્ચે કાશ્મીરના યુવાઓ આતંકવાદી સંગઠનોમાં ભરતી થઈ રહ્યા હોવાના અહેવાલો આવી રહ્યા છે ત્યારે સિક્કાની બીજી બાજુ એ પણ છે કે હજારો કાશ્મીરી યુવકો સેના અને પોલીસમાં ભરતી થવાની ઈચ્છા ધરાવે છે.

ભારતીય સેનામાં 111 પોસ્ટ માટેની ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા માટે ઉત્તરી કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં લગભગ 2500 જેટલા યુવાઓ ઉમટી પડ્યા હતા.

ભરતી માટે આવેલા એક યુવાન બિલાલ અહેમદને પૂછવામાં આવ્યુ ત્યારે તેણે કહ્યુ હતુ કે અમને પરિવાર સંભાળવાનો અને દેશની સેવા કરવાની તક મળતી હોય તો બીજુ શું જોઈએ?

અન્ય એક ઉમેદવારે કહ્યુ હતું કે અમે કાશ્મીરની બહાર જઈ શકતા નથી.અમારા માટે તો આ બહુ સારી તક છે.સેનામાં કાશ્મીરીઓની ભરતી માટે વધારે પોસ્ટ ઉભી કરવામાં આવે.જો કાશ્મીરી જવાનોને સંવેદનશીલ ક્ષેત્રમાં તૈનાત કરાશે તો તે લોકો સાથે વાત પણ કરી શકે છે.

Gujarat