For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સિંધુ જળ સમજુતી હેઠળ પાકિસ્તાનને મળતું પાણી થશે બંધ

Updated: Feb 21st, 2019


નવી દિલ્હી, તા. 21 ફેબ્રુઆરી 2019, ગુરુવાર

પુલવામામાં આતંકી હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ સખ્ત વલણ અપનાવતા ભારત સરકારે સિંધુ જળ સમજૂતિ છતા અત્યાર સુધી પાકિસ્તાનને આપવામાં આવતું બ્યાસ, રાવી અને સતલૂજ નદીનું પાણી રોકવાનો નિર્ણય કર્યો છે.

સરકાર તરફથી કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરીએ કહ્યું છે કે, આ ત્રણેય નદીઓ પર બનેલા પ્રોજેક્ટની મદદથી પાકિસ્તાનને આપવામાં આવતા પાણીને હવે પંજાબ અને જમ્મુ કાશ્મીરની નદીઓમાં પ્રવાહિત કરવામાં આવશે.

આ પહેલા કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરીએ કહ્યું હતુ કે, ભારત આવનારા દિવસોમાં પાકિસ્તાનનું પાણી રોકી શકે છે. બાગપતમાં રેલીને સંબોધિત કરતા ગડકરીએ કહ્યું કે, ભારત પાકિસ્તાનને આપવામાં આવતી ત્રણ નદીઓનું પાણી રોકશે. ભારતના આ પગલાંથી પાકિસ્તાન ટીપાં પાણી માટે તરસશે. ત્રણ નદીઓના અધિકારનું પાણી પ્રોજેક્ટ બનાવીને પાકિસ્તાનની જગ્યાએ યમુનામાં છોડવામાં આવશે.
Gujarat