For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ટ્રાફિક નિયમ તોડવા પર મળ્યો સાડા છ લાખનો મેમો, અત્યાર સુધીના તમામ રેકોર્ડ ધ્વંસ

Updated: Sep 15th, 2019

Article Content Image

નવી દિલ્હી, તા. 14 સપ્ટેમ્બર 2019, શનિવાર

નવો મોટર વ્હીકલ એક્ટ લાગૂ થયા બાદથી ટ્રાફિક નિયમો તોડવા પર મેમો આપવામાં આવી રહ્યાં છે. ઘણીવાર મેમાની રકમ એટલી મોટી હોય છે કે, લોકો ચોંકી જાય છે. આવો જ એક તાજો કિસ્સો સામે આવ્યો છે. ઓડિશાના સંબલપુરમાં એક ટ્રકને આપવામાં આવેલા મેમાની રકમે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. અહીં એક ટ્રકને રૂ. 6,53,100નો મેમો આપવામાં આવ્યો છે.

આ ટ્રક નાગાલેન્ડનો છે. ટ્રક માલિકે જુલાઈ 2014 થી સપ્ટેમ્બર 2019 સુધી ટેક્સ ચૂકવ્યો નહોતો, સાથે જ ટ્રકની પરમિટ, પોલ્યૂશન સર્ટીફિકટ અને ઈશ્યોરન્સ પણ નહોતો. આ પહેલા દિલ્હીમાં એક ટ્રકને 2 લાખ 500 રૂપિયાનો મેમો આપવામાં આવ્યો હતો. તે ટ્રકમાં રેતી ભરેલી હતી અને ઓવરલોડિંગને કારણે તેને દંડ આપવામાં વ્યો હતો.

નવા કાયદા હેઠળ ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન કરવા પર દંડની રકમ લગભદ 10 ગણી વધી ગઈ છે.
Gujarat