For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રાષ્ટ્રીય સુરક્ષા માટે રાહુલ ગાંધી બનાવશે ટાસ્ક ફોર્સ, ડી.એસ હુડ્ડાને સોંપી મોટી જવાબદારી

Updated: Feb 21st, 2019

Article Content Image

નવી દિલ્હી, તા. 21 ફેબ્રુઆરી 2019, ગુરુવાર

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય સુરક્ષા પર ટાસ્ક ફોર્સનું ગઠન કરવા માટે લેફ્ટનેન્ટ જનરલ ડી.એસ.હુડ્ડા સાથે મુલાકાત કરી અને આ મામલે તેમણે એક વિઝન પેપર તૈયાર કરવાની એક મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. આ ટાસ્કફોર્સ રાષ્ટ્રીય સુરક્ષાની બાબત પર એક્સપર્ટ્સને મળીને દેશના વિઝન ડોક્યૂમેન્ટ્સ તૈયાર કરશે અને ડી.એસ. હુડ્ડા તેની આગેવાની કરશે.

ઉલ્લેખનિય છે કે, ડી.એસ.હુડ્ડા 2016માં પાકિસ્તાની આતંકી લોન્ચપેડ પર સર્જિકલ સ્ટ્રાઇકની યોજના બનાવનારી ટીમનો એક ભાગ હતા. કોંગ્રેસ પાર્ટીએ ટ્વીટ કરી જણાવ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય સુરક્ષા પર ટાસ્ક ફોર્સનું ગઠનકરવા માટે આજે લેફ્ટનન્ટ જનરલ ડી.એસ.હુડ્ડા(રિટાયર્ડ) સાથે મુલાકાત કરી, જે દેશ માટે વિઝન પેપર તૈયાર કરશે.
Gujarat