For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કમલ હાસને PoKને આઝાદ કાશ્મીર ગણાવી જનમત સંગ્રહની માગ કરી

Updated: Feb 18th, 2019

Article Content Imageનવી દિલ્હી, તા. 18 ફેબ્રુઆરી 2019 સોમવાર

બોલિવુડમાંથી રાજકારણમાં આવેલા દક્ષિણ ભારતીય સુપરસ્ટાર કમલ હાસન એકવાર ફરી વિવાદોમાં છે. એક તરફ દેશમાં પુલવામા એટેકને લઈને લોકોમાં રોષ છે અને બીજી તરફ કમલ હાસન કાશ્મીરમાં જનમત સંગ્રહ કરાવવાની વાત કરી રહ્યા છે. પોતાના નિવેદનમાં તેમણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને આઝાદ કાશ્મીર જણાવ્યો છે.

કમલ હાસને એક ઈન્ટરવ્યુમાં દેશની કાશ્મીર નીતિ પર પ્રશ્ન ઉઠાવતા પૂછ્યુ કે સરકાર કાશ્મીરમાં જનમત સંગ્રહ કરાવવાથી કેમ પીછેહઠ કરી રહી છે. કાશ્મીરી લોકો ભારતની સાથે આવવા ઈચ્છે છે. પાકિસ્તાન કે પછી અલગ દેશના રૂપમાં રહેવા ઈચ્છે છે. આ વિશે જનમત સંગ્રહની વાત કેટલાક સંગઠન ઉઠાવી રહી છે. જો ભારત સ્વયંને શ્રેષ્ઠ રૂપમાં સાબિત કરવા ઈચ્છે છે તો તેણે આ રીતનું આચરણ કરવુ જોઈએ નહીં.  

પુલવામામાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેમાં 40 CRPF કર્મી શહીદ થઈ ગયા હતા. ચેન્નઈમાં આયોજિત એક સભામાં વાત કરતા કમલ હાસને કહ્યુ, મને ઘણુ દુ:ખ થાય છે જ્યારે લોકો કહે છે કે સૈનિક તો કાશ્મીર મરવા માટે જાય છે. તેમણે કહ્યુ, સેના પણ એક જૂની ફેશનની જેમ છે. જે રીતે દુનિયા બદલાઈ રહી છે આપણે કેવી રીતે નક્કી કરી શકીએ કે માણસ ખાવા માટે બીજા માણસની હત્યા ના કરે. યુદ્ધ પૂરુ કરવાનો પણ એક સમય આવશે. શું માનવ સભ્યતાએ છેલ્લા 10 વર્ષમાં આ શીખ્યુ નથી.

Gujarat