For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આજે રાતે 12 વાગ્યાથી સંપૂર્ણ દેશમાં 21 દિવસનું લોકડાઉન: વડાપ્રધાન મોદી

Updated: Mar 24th, 2020

Article Content Imageનવી દિલ્હી, તા. 24 માર્ચ 2020, મંગળવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ફરી એક વખત દેશને રાતે 8 વાગ્યે સંબોધન કર્યું. આજે રાત્રે 12 વાગ્યથી સમગ્ર દેશમાં સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરી છે. વડાપ્રધાને કહ્યું, દેશને બચાવવા માટે, દેશના દરેક નાગરિકને બચાવવા માટે આજે રાત્રે 12 વાગ્યાથી ઘરોમાંથી નિકળવાની સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવી છે. દેશના દરેક રાજ્યને, દરેક કેન્દ્ર શાસિત પ્રદેશને, દરેક જિલ્લાને, દરેક ગામને લૉકડાઉન કરનાવામાં આવ્યું છે.

વડાપ્રધાને દેશને સંબોધિત કરતી વખતે કહ્યું કે, જનતા કર્ફ્યૂને દરેક ભારતવાસીઓએ સફળ બનાવ્યું. એક દિવસના જનતા કર્ફ્યૂથી ભારતે દેખાડી દીધું કે જ્યારે દેશ પર સંકટ આવે છે તો આપણે કોઈ પણ પ્રકારે દરેક ભારતીય એક થઈને સામનો કરીએ છીએ.

વડાપ્રધાને કહ્યું કે, તમે બધા પ્રશંસાપાત્ર છો, કોરોના વિશે તમે સાંભળી પણ રહ્યાં છો અને જોઈ પણ રહ્યાં છો. તમે તે પણ જોઈ રહ્યાં છો કે, દુનિયાના સમર્થ દેશોને પણ આ બિમારી મજબૂર બનાવી દીધી છે. તેવું નથી કે, તેમની પાસે સંસાધન નથી પરંતુ કોરોના વાઈરસ એટલો ઝડપથી ફેલાઈ રહ્યો છે કે તમામ તૈયારીઓ છતાં આ બિમારી વધતી જાય છે.

કોરોના વાઈરસની સારવારનો એકમાત્ર માર્ગ સોશિયલ ડિસ્ટેંસિંગ છે. વડાપ્રધાને કહ્યું કે, તેનો અર્થ તે નથી કે, એક બીજાથી દૂર રહેવું, તમે તમારા ઘરોમાં બંધ રહો, કોરોનાથી બચવાનો આની સિવાય કોઈ માર્ગ નથી. તેની સંક્રમણની સાયકલ તોડવી જ પડશે.

આ પહેલા પીએમ મોદીએ ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે, કોરોના વાયરસના વધતા જતા પ્રકોપના સંદર્ભમાં કેટલીક મહત્વપૂર્ણ વાતો દેશના લોકો સાથે શેર કરીશ. આજે રાતે આઠ વાગ્યે હું દેશને સંબોધિત કરીશ.

Article Content Imageઆ પહેલા પીએમ મોદીએ 19માર્ચે દેશને સંબોધન કરીને 22 માર્ચે દેશને જનતા કરફ્યુનુ પાલન કરવાની અપીલ કરી હતી. તેમની અપીલની દેશમાં વ્યાપક અસર જોવા  મળી હતી.

એ પછી તેમણે લોકડાઉનનુ પાલન કરવા માટે પણ અપીલ કરી હતી. જોકે લોકોમાં લોકડાઉનને લઈને એટલી ગંભીરતા જોવા નહી મળ્યા બાદ હવે પોલીસે તેનો કડકાઈથી અમલ કરાવવાનુ શરુ કર્યુ છે. મહારાષ્ટ્ર સહિતના ચાર રાજ્યોએ તો કરફ્યુ પણ લાગુ કરી દીધો છે.

જોકે હજી પણ લોકો ગંભીરતા નહી સમજી રહ્યા હોવાથી પીએમ મોદીએ ફરી ટીવી પર સંબોધન કરવાનુ પસંદ કર્યુ હોવાનુ મનાઈ રહ્યુ છે.

Gujarat