For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કેસ: નીતીશ કુમાર વિરુદ્ધ CBI તપાસના આદેશ

Updated: Feb 16th, 2019


પટના, તા. 16 ફેબ્રુઆરી 2019, શનિવાર

બિહાર સ્થિત મુઝફ્ફરપુર શેલ્ટર હોમ મામલાની કડી મુખ્યમંત્રી નીતીશ કુમાર સુધી પહોંચી છે. કોર્ટે મામલામાં મુખ્યમંત્રી નીતીશ કુમાર અને અન્ય બે અધિકારીઓ વિરુદ્ધ CBI તપાસના આદેશ આપ્યા છે. સ્પશયલ પોક્સો એક્ટ કોર્ટે શુક્રવારે દાખલ કરવામાં આવેલી એક અરજી પર આ આદેશ આપ્યો છે.

ઉલ્લેખનિય છે કે, મુઝફ્ફરપુર શેલ્ટર હો સેક્સ સ્કેંડલ મામલો સમગ્ર દેશમાં ઘણો જ ચર્ચામાં રહ્યો હતો. આ આશ્રય ગૃહની 30થી વધારે યુવતીઓ સાથે કથિતરૂપે રેપ કરવામાં આવ્યો હતો.
Gujarat