For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

હું કસમ ખાઉં છું કે ફરી ડ્રગ્સને હાથ નહીં લગાડું: આર્થર રોડ જેલમાં આર્યન ખાનનુ કાઉન્સિલિંગ

Updated: Oct 17th, 2021


નવી દિલ્હી,તા.17.ઓકટોબર,2021

ક્રુઝ શીપ પર ડ્રગ્સ પાર્ટીના ચકચારી કેસમાં પકડાયેલા સુપર સ્ટાર શાહરુખ ખાનનો પુત્ર આર્યન ખાન હાલમાં આર્થર રોડ જેલમાં છે.

તેને જામીન મળશે કે નહીં તેની ચર્ચા વચ્ચે આર્યન ખાનનુ જેલમાં એનસીબીના અધિકારીઓ અને સમાજસેવી સંસ્થાઓ દ્વારા કાઉન્સિલિંગ થઈ રહ્યુ છે.આ દરમિયાન આર્યન ખાને કહ્યુ છે કે, હું કસમ ખાઉં છું કે જેલમાંથી બહાર આવ્યા બાદ ડ્રગ્સને હાથ પણ નહીં અડાડું.

એનજીઓના બે કર્મચારીઓ તેમજ એનસીબીના અધિકારીઓ આ કાઉન્સિલંગમાં સાેલ છે.અધિકારીઓના કહેવા પ્રમાણે આર્યન ખાને ભવિષ્યમાં દેશના એક જવાબદાર નાગરિક તરીકે જીંદગી વિતાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

આર્યન ખાન અને બીજા સાત લોકોનુ પણ કાઉન્સિલિંગ થઈ રહ્યુ છે.તેમને એનજીઓ દ્વારા ડ્રગ્સની આદત છોડાવવા માટે મદદ કરાઈ રહી છે.તેમને ડ્રગ્સના કારણે સમાજમાં કયા પ્રકારના ગંભીર પરિણામો આવતા હોય છે તે અંગે સમજ અપાઈ રહી છે.

ડ્રગ્સના આરોપીનુ કાઉન્સિલિંગ કરવુ તે એનસીબીની કામગીરીનો એક ભાગ છે.અધિકારીઓનુ કહેવુ છે કે, આર્યન ખાનનો રિસ્પોન્સ બહુ સારો છે અને તે દરેક વાત ધ્યાનથી સાંભળી રહ્યો છે.તેણે વારંવાર ડ્રગ્સથી દુર રહેવાની ઈચ્છા વ્યક્ત કરી છે.કાઉન્સિલિંગ દરમિયાન સમાજના ગરીબ લોકો માટે કામ કરવાની પણ તેણે ઈચ્છા વ્યક્ત કરી છે.

Gujarat