For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પાકિસ્તાને 8 મહિનામાં 3186 વખત સંઘર્ષ વિરામનો ભંગ કર્યો, 17 વર્ષમાં સૌથી વધુ

Updated: Sep 19th, 2020

Article Content Imageશ્રીનગર, 19 સપ્ટેમ્બર 2020 શનિવાર

ભારત-ચીન સરહદે પ્રવર્તી રહેલી તંગદીલી વચ્ચે પાકિસ્તાને ગત 8 મહિનામાં નિયંત્રણ રેખા નજીક જમ્મુ-કાશ્મિરમાં 3,186 વખત સીઝ ફાયર કર્યું છે, 17 વર્ષમાં આ સૌથી વધુ વખત  છે.

જો કે કેન્દ્રીય પ્રધાને સંસદમાં જણાવ્યું કે જ્યારે-જ્યારે આવી ઘટનાઓ બની છે, સેનાએ તેનો  જડબાતોડ જવાબ આપ્યો છે, તે ઉપરાંત ઉપલબ્ધ માધ્યમો અને  ચેનલોનો ઉપયોગ કરીને પાકિસ્તાની અધિકારીઓ સમક્ષ આ મુદ્દો ઉઠાવી વિરોધ પણ નોંધાવ્યો છે, આ વર્ષે સીઝફાયર ઉલ્લંઘનની ઘટનાઓમાં સેનાનાં 8 જવાનો શહિદ થયા છે, તે ઉપરાંત બે ઘાયલ થયા છે.

વર્ષ 2003માં તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેઇએ સંઘર્ષ વિરામ સમજુતીને ભંગ કરી હતી, સીઝફાયર ઉલ્લંઘન ઉપરાંત 1 જાન્યુઆરીથી 31 ઓગસ્ટ સુધી જમ્મુ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રિય સરહદ નજીક ક્રોસ બોર્ડર ફાયરિગની પણ 242 ઘટનાઓ બની ચુકી છે. આ માહિતી રાજ્ય કક્ષાનાં સંરક્ષણ પ્રધાન શ્રીપદ નાઇકે રાજ્ય સભામાં આપી છે.

શુક્રવારે (18 સપ્ટેમ્બર)ની સાંજે પણ પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા યુધ્ધ વિરામ ભંગમાં નિયંત્રણ રેખા નજીક એક ગામમાં ગોળી વાગવાથી એક મહિલા ઘાયલ થઇ ગઇ, આ પહેલા ઉત્તર કાશ્મિરનાં ગુરેઝ સેક્ટરમાં જોરદાર ફાયરિંગ કરવામાં આવ્યું, સરહદ પારથી મોર્ટાર મારો પણ કરવામાં આવ્યો.

આ વર્ષે જુન સુધી એટલે કે છ મહિનામાં કુલ 2,432 યુધ્ધ વિરામનો ભંગ કર્યો છે, બાદનાં મહિનાઓમાં સંઘર્ષ વિરામ ઉલ્લંઘનની સંખ્યામાં સામાન્ય ઘટાડો થયો છે, તેની પાછળ વૈશ્વિક કોવિડ રોગચાળાનું કારણ છે, પાકિસ્તાનમાં કોરોના વાયરસથી ત્રણ લાખ અને ભારતમાં 53 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે, વર્ષ 2019માં સીઝફાયર ભંગની લગભગ 2000 ઘટનાઓ નોંધાઇ હતી. 

Gujarat